We provides Daily latest news from India and the world. Get current top stories, business, sports and Bollywood headlines with photo galleries and much more.
Friday, August 27, 2010
Upasana
હવન ઘણા પ્રકારના હોય છે. આમાં અશ્વમેઘ, સોમ, પુત્રેષ્ટિ વગેરે છે. હવન કરવાથી ઘર તથા આસપાસનું વાતાવણ પવિત્ર બની જાય છે. હવનમાં નાખવામાં આવતી ઔષધિઓના ધુમાડાથી રોગ નાશ થાય છે તથા વાતાવરણ શુધ્ધ થાય છે.
જ્યારે મનુષ્ય નિદ્વાવસ્થામાં હોય છે ત્યારે તેની બુદ્ધિ પણ સુપ્ત હોય છે. માટે આ સમયે ગ્રહોનો યોગ્ય પ્રભાવ મનુષ્ય પર પડતો નથી.
દરેક વ્યક્તિને જીવનમાં બે વસ્તુની જરુર હોય છે એક સફલતા અને બીજી શાંતિ. દરેક વ્યક્તિ જીવનમાં સફળતા ઈચ્છે છે. પરિવાર, અભ્યાસ, નોકરી, પ્રેમ અને વ્યવસાય. આ માટે જિંદગીભર તેઓ દરેક પ્રકારના પ્રયોગો પણ કરે છે. એ પ્રયોગોથી તેઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે.ક્યારેક લોકોને સફળતા તો મળે છે પરંતુ શાંતિ નથી મળતી.
ભેટ સોગાદ લેતીદેતીની કોઈ પરંપરા નથી. લગભગ દરેક ધર્મમાં દરેક સમાજમાં એક બીજાને ભેટ સોગાદ આપવામાં આવે છે. ભેટ સોગાદનો સીધો અર્થ થાય છે પોતાની સદભાવનાઓને કોઈ પ્રિય વ્યક્તિ સમક્ષ વ્યક્ત કરવી. આ જીવન પણ પ્રકૃતિ દ્વારા આપવામાં આવેલી એક ભેટ છે. દરેક ધર્મમાં ભેટ આપવાની એક પરંપરા છે. હિન્દુ લોકો દિવાળીના સમયે એકબીજાને ઉપહાર આપે છે. ખ્રિસ્તી લોકોમાં સાંતાક્લોઝ એક મોટો ઉપહાર છે. એના માધ્યમ થકી તેઓ ખાસ કરીને બાળકોને સદભાવનો સંદેશ આપે છે.
આજે બાળકો સવાલ કરતા હોય છે કે, અંતે સત્ય શું આપે છે? સત્યનું પ્રથમ ફળ છે, ધનની પ્રાપ્તિ. દરેક જણ ધનની કામના કરતું હોય છે. મોટા ભાગે ધનના મૂળમાં લોભ રહેલો હોય છે. અતિ મહત્વાકાંક્ષા, વાસના વગેરે લોભની બાયપ્રોડક્ટ છે. લોભ ભવિષ્ય પર નિશાન તાકે છે. આવતીકાલ જે આવનારી છે, તેના માટે લોભ મનુષ્યને બીમાર જેવો બનાવી દે છે. પરંતુ જીવનમાં જેણે સત્યને જાણી લીધું, તેનું ભવિષ્ય સુધરી જાય છે. બીજું ફળ છે, બંધનમુક્તિ. સંપત્તિ અને પરિવાર છોડવાથી બંધનમાંથી મુક્તિ મળતી નથી. વાસ્તવમાં આપણા અંદર પણ એક સંપત્તિ છે, જેને પરમાત્માએ જન્મથી જ આપી છે.
કોઈ પણ વ્યક્તિ પોતાની મનોકામના પૂરી કરવા માટે ભગવાનને રીઝવવા માટે ઉપવાસ જરુર કરે છે. કેટલાક લોકો નિયમિત રીતે સપ્તાહમાં એક દિવસ અને કેટલાક લોકો મહિનાના અમુક દિવસે અને તહેવારોમાં વિશેષ રીતે ઉપવાસ કરે છે, પરંતુ મોટા ભાગના લોકોને એ ખ્યાલ નથી કે ઉપવાસ કેવી રીતે કરવો જોઈએ. લોકો દિવસ દરમ્યાન અનાજ ખાવાને કે કેવળ એક સમય ભોજન કરવાને ઉપવાસ માને છે. આ ઉપવાસ નથી પરંતુ તેનો એક નાનો ભાગ છે.
વરદાન, શ્રાપ અને દુઆ, આશીર્વાદ અને અભિષાપ એ એવા કેટલાક શબ્દો એવા છે.જેનો સામનો હંમેશા કરવો પડે છે. ખાસ કરીને ભારત જેવા સર્વાધિક પ્રધાન દેશમાં આ વાતો વધુ મહત્વની છે. ભારત શરુઆતથી જ એક ધર્મપ્રધાન દેશ છે. ધર્મપ્રધાન અને સાધના પ્રધાન દેશ છે. આપણે જ્યારે આત્મસાધના કે પોતાની સાધનાનું અધ્યયન કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે તેની ક્ષમતા કેટલી વધુ છે. એ સિધ્ધિનું નામ છે, વાકસિદ્ધિ. જે ચમત્કારિક છે.
તારીખ ૨૭ ઓગષ્ટનું પંચાંગ
વિક્રમ સંવત : ૨૦૬૬
શાલિવાહન સંવત : ૧૯૩૨
ખ્રિસ્તી સંવત : ૨૦૧૦
રાષ્ટ્રીય દિનાંક : ૫
યુગાબ્દ : ૫૧૧૨
જૈન સંવત : ૨૫૩૬
ઈસ્લામિક સંવત : ૧૪૩૧
પારસી વર્ષ : ૧૩૮૦
તિથિ : શ્રાવણ વદ - ૩ ખ્રિસ્તી તિથિ : ૨૭ ઓગસ્ટ, શુક્રવાર
પારસી : ૯ ઈસ્લામિક : ૧૬ - રમઝાન
સૂર્યોદય-સૂર્યાસ્ત :
શહેર સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત ચંદ્રોદય ચંદ્રાસ્ત
અમદાવાદ ૦૬-૨૧ ૦૭-૦૯ ૧૯-૦૧ ૨૦-૧૯ ૦૮-૧૮
સુરત ૦૬-૨૩ ૦૭-૧૧ ૧૯-૦૩ ૨૦-૧૪ ૦૮-૨૧
વડોદરા ૦૬-૨૧ ૦૭-૦૯ ૧૯-૦૧ ૨૦-૧૫ ૦૮-૨૦
મુંબઈ ૦૬-૨૫ ૦૭-૧૩ ૧૯-૦૫ ૨૦-૦૯ ૦૮-૨૫
ગ્રહોની ચાલ :
સૂર્ય : સિંહનક્ષત્ર : ઉ. ભાદ્રપદા યોગ : ધ્úતિ કરણ : વણજિ
રાહુકાલ : ૧૦-૩૦થી ૧૨-૩૦ સુધી (રાહુકાલમાં શુભારંભ ન કરવો.)
દિશાશૂલ : પશ્ચિમ (તે દિશામાં પ્રવાસ ન કરવો.)
ગોચર ગ્રહ: ૩ મિથુન ૫ સિંહ ૬ કન્યા ૯ ધન ૧૨ મીન
સ્થિતિ : કે. સૂ. બુ. શુ.શ.મં રા. ચં. ગુ.
આજની ચંદ્રરાશિ : મીન નામાક્ષર : દ, ચ, ઝ, થ
દિવસનાં ચોઘડિયાં : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
(પ્રત્યેક ચોઘડિયું દોઢ કલાકનું સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી)
રાત્રિનાં ચોઘડિયાં : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ

તારીખ ૨૭ ઓગષ્ટનું રાશિફળ
મેષ શુભ રંગ : લાલ શુભ અંક : ૧-૮
કાર્યક્ષેત્રે વડીલોનું માર્ગદર્શન ઉપયોગી સાબિત થઇ શકે છે. નાણાકીય લેવડ-દેવડમાં કાળજી રાખવી. લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઇ શકે.
વૃષભ શુભ રંગ : સફેદ શુભ અંક : ૨-૭
આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. ભાગ્યોદયની તક મળી રહે. વેપાર-નોકરીમાં સમય પ્રગતિદાયક રહે. એકંદરે દિવસ આનંદમય રહે.
મિથુન શુભ રંગ : લીંબુ કલર શુભ અંક : ૩-૬
સટ્ટાકીય બાબતોમાં કાળજી રાખવી. દિવસ વ્યસ્ત છતાં આવકમાં વૃદ્ધિ કરાવનાર બની રહે. જાહેરજીવનમાં જવાબદારીમાં વધારો થઇ શકે છે.
કર્ક શુભ રંગ : દૂધિયો-કલર શુભ અંક : ૪
ખોટી ચિંતા કરવી નહીં, ઇષ્ટદેવની ઉપાસના શુભ ફળ અપાવી શકે છે. નાણાકીય સ્થિતિમાં સુધારો થતો જણાય. કુટુંબીજનો સાથે યાત્રા થઇ શકે.
સિંહ શુભ રંગ : સોનેરી-કેસરી શુભ અંક : ૫
ધર્મ-અધ્યાત્મ-સંગીત ક્ષેત્રે રૂચિ વધતી જણાય. કાર્યક્ષેત્રે વડીલોનું માર્ગદર્શન ઉપયોગી સાબિત થઇ શકે. વાહન-જમીનનાં પ્રશ્નોનો ઉકેલ આવે.
કન્યા શુભ રંગ : ઘેરો લીલો શુભ અંક : ૬-૩
નોકરી-વેપારમાં સમય પ્રગતિદાયક રહે. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. વિદેશ પ્રવાસની શક્યતા નકારી શકાતી નથી. એકંદરે સમય શુભ.
તુલા શુભ રંગ : સફેદ ચળકતો શુભ અંક : ૭-૨
કૌટુંબિક વાતાવરણ સુમેળભયું રહે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીઓનું માર્ગદર્શન મળી રહે. નાણાકીય સ્થિતિમાં સુધારો થતો જણાય.
વૃશ્વિક શુભ રંગ : ઘેરો લાલ શુભ અંક : ૮-૧
આર્થિક સ્થિતિમાં સુધારો થઇ શકે. વાહન ચલાવતા સંભાળવું. લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઇ શકે. ખર્ચ ઉપર કાબૂ રાખવો.
ધન શુભ રંગ : ઘેરો પીળો શુભ અંક : ૯-૧૨
સંતાનોના અભ્યાસ, આરોગ્યની ચિંતા હળવી બનતી જણાય. નોકરિયાત વર્ગને સહાધ્યાયીઓ મદદરૂપ થઇ શકે. કાયદાકીય પ્રશ્નો હલ થતા જણાય.
મકર શુભ રંગ : વાદળી-આકાશી શુભ અંક : ૧૦-૧૧
રાજકીય-સામાજિક ક્ષેત્રે જવાબદારી વધે અને પદમાં વધારો થઇ શકે. નાણાકીય લેવડ-દેવડમાં સંભાળવું. સંતાન સંંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે.
કુંભ શુભ રંગ : ઘેરો વાદળી શુભ અંક : ૧૧-૧૦
કુટુંબીજનો સાથે યાત્રા-પ્રવાસનું આયોજન થઇ શકે. આકસ્મિક ધનલાભ થઇ શકે. ભૌતિક સુવિધામાં વધારો થતો જણાય. આરોગ્ય સુખમય રહે.
મીન શુભ રંગ : આછો પીળો શુભ અંક : ૧૨-૯
આવકના પ્રમાણમાં વધારો થઇ શકે. સટ્ટાકીય બાબતોમાં કાળજી રાખવી. નાણાકીય સ્થિતિમાં સુધારો થઇ શકે. અભ્યાસ-સ્પર્ધામાં સફળતા મળે.

ઘર બુક કરાવશો તો ગાય ફ્રી...
જો તમે ગુજરાતના રાજકોટમાં ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો તો એક નજર આ ખાસ સ્કીમ પર પણ નાંખજો. પ્રોપર્ટીના માર્કેટમાં જ્યાં ખરીદદારોને કાર, ગોલ્ડ જ્વેલરી અને બીજી ગિફ્ટના આધારે એસ્ટ્રેક્ટ કરવાની કોશીશ કરવામાં આવી રહી છે, તો બીજી બાજી રાજકોટમાં એક કંપની એવી પણ છે જે પોતાના ગ્રાહકોને ઘર ખરીદવા પર મફતમાં ગાય આપીને આકર્ષવાનો પ્રયત્ન કરી રહી છે.
સુત્રોના જણાવ્યાં અનુસાર બિલ્ડરે કોઠારિયામાં ગાયોને પ્રોમોટ કરવા માટે લગભગ 51 એંકર જમીનમાં એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. રાજકોટના પ્રમુખ રિયલ્ટી ફાર્મના પ્રોમોટર ધીરૂ રમાનીના અનુસાર હિન્દૂ પરંપરામાં ગાયનું મહત્વ વધારે રહેલું છે. પરંતુ વર્તમાનમાં શહેરોમાં રહેવાસી લોકોની નજરોમાં ગાય શહેરોમાં ટ્રાફિક જામ કરવાવાળું જાનવરથી વધારે નથી. તેમણે કહ્યું હતું કે હું લોકોની આ ઘારણાને બદલવા માંગૂ છું.
રમાનીએ જણાવ્યું હતું કે જ્યારે અમે આ સ્કીમ લોન્ચ કરી હતી ત્યારે લોકો અમને પાગલ સમજી રહ્યાં હતાં. પરંતુ આજે સ્કીમ એવી છે કે 80 ટકા બંગલા બુક થઈ ગયા છે. 100થી વધારે ગ્રાહકોએ ગાયની રક્ષામાં અમારો સાથ આપ્યો છે અને અમાર સ્કીમનો લાભ ઉઠાવવા માટે આગળ વધ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે 'ઘરની સાથે ગાય ફ્રી' સ્કીમની જેમ એક હજાર બંગલા બુકિંગ માટે મુકવામાં આવ્યાં છે જેની કિંમત 18 લાખ રૂપિયાથી 30 લાખ રૂપિયા સુધી છે.

રિલાયન્સનું એચડી ડીવીઆર મફતમાં!!!
ડાયરેક્ટ ટૂ હોમ (ડીટીએચ) સેવા આપનારી રિલાયન્સ બિગ ટીવીએ ટેલીવિઝન નિર્માતા કંપની સેમસંગ ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે કૉર્પોરેટ કરાર કર્યો છે. જેના પરિણામે સેમસંગની એલઈડી ટીવી ખરીદવા પર રિલાયન્સ હાઈ ડેફિનેશન કમ એડવાન્સ્ડ ડિઝિટલ વીડિયો રેકોર્ડર (એચડી ડીવીઆર) મફતમાં મળશે.
ફ્રિ સેટ ટૉપ બૉક્સની સાથે જ ગ્રાહકોને કોઈ પણ પ્રકારના ઇન્સ્ટોલેશન અથવા એક્ટીવેશન ચાર્જ વગર એક એચડી ચેનલ સહિત બે મહીના માટે સિલ્વર પેક સબ્સક્રિપ્શન પણ મળશે. આ ઑફર સમગ્ર ભારતમાં 15 સપ્ટેમ્બર 2010 સુધી મળશે. મહત્વનુ છે કે રિલાયન્સ બિગ ટીવી રિલાયન્સ કૉમ્યૂનિકેશનની સબ્સિડિયરી છે

’દેશદૂત’ વાંચો હવે મોબાઈલ પર
દેશદૂત ગ્રૂપના બધા સમાચાર હવે એક ઓગસ્ટથી મોબાઈલ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ગ્રૂપના સમાચારપત્રોમાં દેશદૂત, સર્વમત અને દેશદૂત ટાઈમ્સનો સમાવેશ થાય છે.
વાચક આ ગ્રૂપના અખબારોના સમાચારોને મોબાઈલ પર પણ વાચી શકશે. આ પહેલની સાથે દેશદૂત પ્રથમ મરાથી અખબાર બની ગયુ છે, જે મોબાઈલ પર ઉપલબ્ધ છે.
ઈન્ટરનેટ કનેક્ટીવીટીથી યુક્ત મોબાઈલ પ્રયોગ કરનાર વાચક દેશદૂત ગ્રૂપની આ પહેલનો ફાઈદો ઉઠાવી શકે છે. આ અનુસાર વાચક આ ગ્રૂપના અલગ-અલગ એડિશનના સમાચાર જોઈ શકે છે.
મોબાઈલ પર દેશદૂત(નાસિક, જલગાંવ, નાગર), સર્વમત(શ્રીરામપુર), અને દેશદૂત ટાઈમ્સ(નાસિક) અખબારનો સમાવેશ થાય છે.
ઈન્ટરનેટ પર સરળતાથી વાચવા યોગ્ય બનાવવા માટે સમાચારોને ઈન્ટરનેશલ, નેશનલ અને મહારાષ્ટ્ર કેટેગરીમાં વિભાજીત કરવામાં આવી છે.

અમદાવાદમાં ગાજવીજ સાથે દોઢ ઇંચ વરસાદ
આવતા ૩૬ કલાકમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
વિરામ બાદ ગુરુવારે સાંજે અચાનક અમદાવાદ શહેરમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ અમદાવાદના નિચાણવાળા ભાગમાં પાણી ભરાઇ જતાં લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. સાંજે પાંચ વાગ્યે શરૂ થયેલો ભારે વરસાદ મોડી રાત સુધી ધીમી ધારે ચાલુ રહ્યો હતો.
ઓફિસ છુટવાના સમયે જ વરસાદ ત્રાટકતા શહેરના અનેક ચાર રસ્તા ઉપર ટ્રાફિક જામનાં દ્રશ્યો ભજવાયાં હતાં. દરમિયાન હવામાન ખાતાએ આગાહી કરી છે કે આવતા ૩૬ કલાકમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના અન્ય ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
એક અઠવાડિયાના વિરામ બાદ ગુરુવારે સાંજે ભારે ગર્જના સાથે શહેરમાં વરસાદ ત્રાટક્યો હતો. કાળાં ડિબાંગ વાદળોની ગર્જના વચ્ચે સાડાપાંચ વાગે ધોધમાર વરસાદની શરૂઆત થઇ. થોડા સમયે પહેલાં અમદાવાદ શહેરમાં પડેલા ૧૫ ઇંચ જેટલા ભારે વરસાદની યાદો હજી ભુલાઇ નથી ત્યારે જોરદાર વરસાદ તૂટી પડવાનું વાતાવરણ સાંજે જોવા મળતા લોકોમાં પણ ગભરામણ જોવા મળી હતી.
શહેરમાં સાંજે સાડાપાંચથી સાડા છ એમ એક કલાક સુધીમાં ભારે વરસાદ પડયો હતો. ત્યારબાદ ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો હતો. ભારે વરસાદને કારણે પશ્ચિમ ભાગમાં મેમનગર, ઘાટલોડિયા, વેજલપુર, જીવરાજ અને જુહાપુરાના કેટલાક નિચાણવાળા ભાગમાં પાણી ભરાયાં હતાં. ઓફિસ ટાઇમે વરસાદના આગમને સીજી રોડ, આશ્રમ રોડ અને એસજી રોડ ઉપર કેટલીક જગ્યાએ થોડી વાર માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો.
પૂર્વ અમદાવાદમાં બાપુનગર, નરોડા, મણિનગર, મેઘાણીનગર, રખિયાલ, અમરાઇવાડી વગેરેવિસ્તારમાં પણ નિચાણવાળા ભાગમાં સાંજે પાણી ભરાયા હતા. આ વિસ્તારમાં વરસાદને કારણે અનેક જગ્યાએ રોડ ઉપર પાણી ભરાઇ ગયાં હતાં. આ કારણે ઠેર ઠેર ટ્રાફિક જામનાં દ્રશ્યો પણ સર્જાયાં હતાં. કેટલાક ચાર રસ્તાઓ ઉપર તો સ્થાનિક વિસ્તારના યુવાનોએ ટ્રાફિક વ્યવસ્થા સંભાળી લીધી હતી.

Amitabh Bachchan says Gujarat experience was rewarding
Bollywood megastar Amitabh today described his experience at the Gujarat tourism promotion shoot as a "rewarding" one.
Bachchan, who stayed in Meethapur went to Dwarka this morning and reached Jamnagar by road from where he left for Mumbai on a special plane. He had arrived in Dwarka two days ago for the concluding session of shooting of ad film 'Khushbo Gujarat Ki'.
Big B described the experience of working in the state as "rewarding, both religiously and work wise too."
"What has been most rewarding has been the attitude of the people (in the region). They have been exemplary, no screaming or shouting... no disturbance.. just a huge amount of people, there in disciplined and orderly (manner), expressing their love and affection," he wrote on his blog.
The veteran actor visited many historic places like Gandhi ashram in Ahmedabad, Kirti Mandir in Porbandar and Dwarka Temple of Jamnagar district during his stay.
Bachchan termed his visit as an incredible blessing and said he found peace at Kirti Mandir, the birth place of Mahatma Gandhi.
હવે જી-મેલથી કરો મોબાઇલ કૉલ
અત્યાર સુધી તમે જી-મેલ દ્વારા માત્ર પોતાના મેલ મોકલી સકતા હતા અથવા બીજાના મેલ પ્રાપ્ત કરી સકતા હતા. પરંતુ હવે તમે જી-મેલ દ્વારા ફોન કૉલ પણ કરી શકો છો.
ગૂગલ દ્વારા કૉમ્પ્યૂટરથી કૉમ્પ્યૂટર ઉપર વોઈસ અથવા વિડિયો કૉલતો તમે પહેલા પણ કરી શકતા હતા, પરંતુ પ્રથમ વાર જી-મેલ સર્વિસ આપનાર કંપની ગૂગલે જી-મેલ દ્વારા મોબાઇલ ફોન અથવા લેન્ડ લાઇન ફોન ઉપર કૉલ કરવાની સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે.
પોતાની આ નવી સર્વિસ દ્વારા ગૂગલ વેબ કૉલિંગ સર્વિસ આપનારી કંપનીયો, સ્પાઇક અને એટી એન્ડ ટીને ટક્કર આપવાની તૈયારીમાં છે. અમેરિકા અને કેનેડા માટે જી-મેલની આ ફોન કૉલ સર્વિસ આ વર્ષે મફતમાં આપવામાં આવશે. ત્યાજ બ્રિટન. ફ્રાન્સ. જર્મની, ચીન અને જાપાનના લોકોને આ સર્વિસ 2 સેન્ટ પ્રતિ મિનિટની એક દમ સસ્તા કૉલ દરમાં આપવામાં આવશે.

અમદાવાદ નાના વેપાર માટે સર્વશ્રેષ્ઠ
ભારતમાં નાના વેપાર(સ્મોલ બિઝનેસ) માટે સૌથી શ્રેષ્ઠ પસંદગીના સ્થળ તરીકે અમદાવાદનો પહેલો નંબર આવે છે. તે પછી બીજા અને ત્રીજા ક્રમે બેંગલોર અને મુંબઇ શહેરનો આવે છે. કન્સલ્ટન્સી ફર્મ અન્સ્ર્ટ એન્ડ યંગ અને રીટેઇલ સોલ્યૂશન પ્રોવાઇડર, ફ્રેન્ચાઇઝ ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલા એક સંયુક્ત અહેવાલમાં આ બાબત જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાતના સુરત શહેરને સાતમું સ્થાન મળ્યું છે. જ્યારે શ્રીનગર સૌથી છેલ્લા ક્રમે છે.
‘ટોપ ૧૦૦ સિટિઝ ફોર સ્મોલ બિઝનેસ ઇન ઇન્ડિયા’ શીર્ષક હેઠળ તૈયાર કરાયેલા આ અહેવાલમાં નાના વેપાર શરૂ કરવામાં ઉત્તમ અને નફો કમાવી આપે તેવા નાના-મોટા એવા ૧૦૦ શહેરોને ઓળખવામાં આવ્યા હતા. અહેવાલ અનુસાર ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ જેવાં રાજ્યો નાના બિઝનેસના નફાકારક વિકાસ માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવા તરફ વધુ સક્રિય છે. આ યાદીમાં ટોચના ૧૦ શહેરમાં અમદાવાદ, બેંગલોર, મુંબઇ, હૈદરાબાદ, દિલ્હી, ચેન્નાઇ, સુરત, ફરિદાબાદ, જયપુર અને ગુરગાંવનો સમાવેશ થાય છે. જ્યારે છેલ્લા દસ ક્રમમાં આવનારાં શહેરોમાં જમ્મુ, ભાગલપુર, બિકાનેર, બરેલી, હલદિયા, ધનબાદ, પટિયાલા, દરબંગા, ઝાંસી અને શ્રીનગરનો સમાવેશ થાય છે.
ફ્રેન્ચાઇઝી ઇન્ડિયાના પ્રમુખ ગૌરવ માર્યએ અહેવાલ લોન્ચ કરતી વખતે પત્રકારોને જણાવ્યું હતું કે અહેવાલમાં ડેમોગ્રાફી, ઇન્ફ્રાસ્ટ્રકચર, રીટેઇલ એક્ટિવિટી અને ઓન્ટ્રપ્રર્નિયરશિપ જેવા બિઝનેસ કરવા અને બિઝનેસને સરળ બનાવવા માટેની કેટલીક મહત્વની પૂર્વ-આવશ્યકતા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે આ પૂર્વ-આવશ્યકતાઓમાં બાંધકામની પરવાનગી મેળવવી, શ્રમિકોને નોકરીએ રાખવા, યોગ્ય નોંધણી, ધિરાણ મેળવવું અને વેરા ભરવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
અહેવાલમાં જણાવાયું હતું કે ‘એસએમઇ’ ભારતના જીડીપીના આઠથી નવ ટકા યોગદાન આપે છે. એસએમઇ દેશમાં ચાર કરોડ લોકોને રોજગારી આપે છે અને ૮,૦૦૦ પ્રોડકટનું ઉત્પાદન કરે છે. દેશના ઇન્ડસ્ટિ^યલ આઉટપુટમાં ૪૫ ટકા ફાળો આપે છે. ઉપરાંત ભારતની કુલ નિકાસમાં ૪૦ ટકા યોગદાન આપે છે.
ટોચના દસ શહેર
અમદાવાદ, બેંગલોર, મુંબઇ, હૈદરાબાદ, દિલ્હી, ચેન્નાઇ, સુરત, ફરિદાબાદ, જયપુર અને ગુરગાંવ
સૌથી છેલ્લા ક્રમના દસ શહેર
જમ્મુ, ભાગલપુર, બિકાનેર, બરેલી, હલદિયા, ધનબાદ, પટિયાલા, દરબંગા, ઝાંસી અને શ્રીનગર

સચિન-લારા બાદ જયવર્દનેએ પણ તે કરી બતાવ્યું
મોટા ભાગના લોકોનું માનવું એવું હોય છે કે ક્રિકેટમાં ઇનિંગની શરૂઆત આક્રમક હોય તો મેચમાં પહેલેથી જ પ્રભૂત્વ રહે છે. અને તેથી મોટાભાગની ટીમ ઇનિંગની શરૂઆત વિસ્ફોટક અને મારફાડ બેટ્સમેનને ઓપનિંગમાં મોકલીને કરે છે. અને પોતાના બેસ્ટ બેટ્સમેનને હમેંશા મધ્યક્રમાંકમાં બેટિંગ કરાવે છે.
જો કે, ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર અને વેસ્ટ ઇન્ડિઝના બ્રાયન લારાએ લોકોને જણાવી દીધું હતું કે, ટીમના બેસ્ટ બેટ્સમેન મારધાડ બેટ્સમેન કરતા ટીમને સારી અને મજૂબત શરૂઆત આપી શકે છે. અને હવે જયવર્દનેએ પણ સચિન-લારાની જેમ રવિવારે રાત્રે ભારત સામે ઓપનિંગ બેટિંગ કરી એ વાતને વધારે મજબૂત બનાવી છે. ભારત તરફથી મળેલા 104 રનના સામાન્ય પડકારને પાર કરવા જયવર્દનેએ ઓપનિંગ બેટ્સમેન દિલશાન સાથે શ્રીલંકાની ઇનિંગની શરૂઆત કરી હતી.
જયવર્દને ક્યારેય ઓપનિંગ બેટિંગનો વિરોધી ન હતો. પરંતુ તેણે ભાગ્યેજ વનડેમાં ઓપનિંગ કર્યું છે. જો કે, કુમાર સંગાકારાએ કહ્યું હતું કે, જયવર્દને એક ઓપનિંગ બેટ્સમેન તરીકે પોતાની પ્રતિભા દર્શાવવા માગતો હતો. પરંતુ એ વાતને લઇને પોતે થોડો ભયભિત હતો.
સંગાકારાએ કહ્યું કે, અમારી પાસે જયવર્દનેના સ્વરૂપમાં એક સારો બેટ્સમેન છે. મારા મતે તે મીડલ ઓર્ડરમાં નંબર 4 અને નંબર 5 પર બેટિંગ કરવા આવે તે ઉત્કૃષ્ઠ છે. જ્યારે પાવર પ્લે ઓન હોય છે. અને તેને બેટિંગ કરવા માટે એ સમય સારો છે.

સૌરભ તિવારીને મુંઝવતો પ્રશ્ન ક્યારે પૂર્ણ થશે સ્વપ્ન?
ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન ચાલું ત્રિકોણીય શ્રેણીમાં ભલે નબળું રહ્યું હોય તેમ છતાં આઇપીએલ-3માં શાનદાર પ્રદર્શન કરનાર યુવા ખેલાડી સૌરભ તિવારીને એક તક આપવામાં આવી ન હતી. અને ફરી એક વખત તેનું ભારત માટે રમવાનું સ્વપ્ન પૂરુ થશે નહીં અને તે માત્ર એક પ્રવાસીની માફક ત્રિકોણીય શ્રેણી બાદ ભારત પરત ફરશે.
માત્ર તિવારી જ નહીં પણ સ્પિનર આર. અશ્વિનને પણ મેનેજમેન્ટ દ્વારા તક આપવામાં આવી નથી. જ્યારે તે નીચલા ક્રમે સારી બેટિંગ કરવા સક્ષમ છે. જો કે, ધોનીના રાજ્યનો રહેવાસી તિવારી સાથે આ પહેલીવાર બન્યુ નથી. આ પહેલા પણ તે ટીમ ઇન્ડિયાનો એક પ્રવાસી જ બની રહ્યો હતો.
સૌરભ તિવારી આ જ વર્ષે જૂનમાં જ્યારે ભારતીય ટીમ સાથે ઇંગ્લેન્ડના પ્રવાસે ગયો હતો. ત્યારે પણ તેને એશિયા કપની ટીમમાં શામેલ કરવામાં આવ્યો હતો. તિવારીને લાગતું હતું કે, તેને યુવરાજના સ્થાને ટીમમાં સમાવાયો છે. અને અંતિમ 11માં સ્થાન મળશે તેવી તેને આશા હતી. એ સમયે તેણે કહ્યું હતું કે, ભારત માટે રમવાનું તેનું સ્વપ્ન સાચું થવા જઇ રહ્યું છે. મને લાગે છે કે યુવરાજના સ્થાને મને પસંદ કરવામાં આવશે. તેથી મારા પર દબાણ રહેશે.
20 વર્ષિય યુવા ખેલાડી તિવારીનું આ સ્વપ્ન આ વખતે પણ પૂર્ણ નહીં થાય તેમ લાગે છે. એશિયા કપમાં પણ તેને અંતિમ ઇલેવનમાં સ્થાન પામવાની તક મળી ન હતી. હવે ત્રિકોણીય વનડે શ્રેણીમાં પણ ટીમમાં સ્થાન ક્યારે મળે છે તેની રાહ જોતો રહી ગયો છે. સૌથી મોટી વાત એ છે કે, તિવારીને ઓસ્ટ્રેલિયમાં રમાયેલ ઇમર્જિંગ પ્લેયર્સ ટૂર્નામેન્ટ માટે પણ પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્રિકોણીય શ્રેણી માટેની ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવતા તે ઓસ્ટ્રેલિયમાં રમવાનો અનુભવ મેળવી શક્યો ન હતો.

વીરુ-ધોનીએ તોડ્યો 29 વર્ષ જૂનો રેકોર્ડ
વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન અને સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ન્યૂઝીલેન્ડ સામેની ત્રિકોણીય શ્રેણીની પાંચમી મેચ માટે સર્વશ્રેષ્ઠ ભારતીય ભાગીદારીના પૂર્વ સુકાની સંદીપ પાટિલ અને દિલીપ વેંગેસરકરના 29 વર્ષ જૂના રેકોર્ડને તોડી નાંખ્યો છે.
વીરુ-ધોનીએ ડામ્બુલામાં ચાલી રહેલી ત્રિકોણીય શ્રેણીની અંતિમ લીગ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે મળેલી જીત દરમિયાન પાંચમી વિકેટ માટે 107 રન બનાવીને આ સિદ્ધિ હાંસલ કરી છે. આ પહેલા પાટિલ અને વેંગસરકરે જાન્યુઆરી 1981માં બ્રિસબેનમાં ન્યૂઝીલેન્ડ ટીમ સામે પાંચમી વિકેટ માટે 92 રન જોડ્યા હતા.
ભારત માટે વનડે મેચમાં આ 33મી તક હતી કે જ્યારે ટીમને પાંચમી વિકેટ માટે સદીની ભાગીદારી કરી હોય. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતે પ્રથમ વખત આવું કર્યું છે. જો કે, કોઇપણ વિકેટ માટે ભારતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 24મી વખત સદીની ભાગીદારી નોંધાવી છે.
પાંચમી વિકેટ માટે ટીમ ઇન્ડિયાની સર્વશ્રેષ્ઠ ભાગીદારી પૂર્વ સુકાની મોહમ્મદ અઝહરુદ્દિન અને મધ્યક્રમના વિસ્ફોટક બેટ્સમેન અજય જાડેજા વચ્ચે 223 રનની છે. આ પાંચમી વિકેટ માટેની વિશ્વની સૌથી મોટી ભાગીદારી છે. બન્ને બેટ્સમેનોએ આ વિશ્વ રેકોર્ડ શ્રીલંકા વિરુદ્ધ કોલંબોમાં 1997ના ઓગસ્ટ મહિનામાં બનાવ્યો હતો.
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતની સર્વશ્રેષ્ઠ ભાગીદારી બીજી વેકટ માટે 331 રનની છે. જે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડલુકર અને રાહુલ દ્રવિડ વચ્ચે નવેમ્બર 1999માં હૈદરાબાદ ખાતે થઇ હતી. આ ભાગીદારી કોઇપણ વિકેટ માટે માત્ર ભારતની જ નહીં પણ વિશ્વની સર્વશ્રેષ્ઠ ભાગીદારી છે.

વિરાટ કોહલીને દંડ ફટકારાયો
ત્રિકોણીય વન-ડે ક્રિકેટ શ્રેણીમાં બુધવારે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી મેચ દરમિયાન અમ્પાયરના નિર્ણય સામે અસંતોષ વ્યક્ત કરવા બદલ ભારતીય બેટ્મસેન વિરાટ કોહલીની મેચ ફીની ૧૫ ટકા રકમ કાપી લેવામાં આવશે.
બુધવારે રાત્રે રમાયેલી મેચ બાદ ઓસ્ટ્રેલિયન મેચ રેફરી એલન હસ્ટેં કોહલી સામે સુનાવણી હાથ ધરી હતી અને વિરાટ કોહલીએ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો. કોહલી સામે લેવલ-વન હેઠળ ગુનો દાખલ કરાયો હતો જે સ્વીકારીને તેણે દંડનો પણ સ્વીકાર કર્યો હતો.
ન્યૂઝીલેન્ડ સામેની મેચની છઠ્ઠી ઓવરમાં ટિમ સાઉથીની બોલિંગમાં વિરાટ કોહલીને વિકેટકીપર હોપકિન્સે કેચ આઉટ કર્યો હતો. અમ્પાયરના આ નિર્ણય સામે કોહલી થોડી વાર સુધી વિકેટ પર જ ઊભો રહ્યો હતો.
આઈસીસીની આચારસંહિતા મુજબ કોઈ અમ્પાયરના નિર્ણયનો જાહેરમાં વિરોધ કરવો એ ગુનો છે અને વિરાટ કોહલીએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી તથા તેની સામે કરાયેલા દંડને પણ માન્ય રાખ્યો હતો.

જેલતંત્રએ મને શિકારની જેમ છોડી મૂક્યો છે : અમીન - jail administration throw me says amin - www.divyabhaskar.co.in
અમીનના આક્ષેપોનો જવાબ આપવા મેજિસ્ટ્રેટનો જેલ સત્તાવાળાઓને આદેશ
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તાજના સાક્ષી બનવા માટે અરજી કરનાર ડૉ. નરેન્દ્ર અમીને જેલ સત્તાવાળા પર એવો સીધો આક્ષેપ કર્યો હતો કે સુરક્ષાના નામે તેમણે મને ખુલ્લા મેદાનમાં શિકારની જેમ છોડી દીધો છે.
સારવાર માટે પણ તેમને કેટલીક સમસ્યા ઊભી કરવામાં આવી રહી છે. તેમજ જેલમાં જે સ્થળે તેમને રાખવામાં આવ્યા છે ત્યાંનો નકશો દર્શાવીને પણ તેમણે પોતાના પરનો ખતરો રજૂ કર્યો હતો. ત્યારે બીજી તરફ જેલ સત્તાવાળાઓએ અમીનને જેલમાં સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડી હોવાનું જણાવ્યું હતું. તેમને સારવાર અને અન્ય બાબતોને લગતી સમસ્યા ન થાય તે બાબતની પણ પૂર્ણ કાળજી લેવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.
સ્પેશિયલ સીબીઆઇ મેજિસ્ટ્રેટ એ.વાય.દવેએ અમીનની અરજી પરત્વે જવાબ રજૂ કરવા આવતીકાલે શુક્રવારે હાજર રહેવા જેલ સત્તાવાળાઓને આદેશ કર્યો છે.
ડૉ. અમીનના એડ્વોકેટ જગદીશ રમાણીની રજુઆત
સાબરમતી જેલ તંત્ર અમારી સલામતી વધારવાને બદલે બેરેકને તાળું મારી અમને ગોંધી રાખે છે. અમારી બેરેક નજીકથી પોટાના, લૂંટના, કોમી બનાવોના ખૂંખાર કેદીઓ સતત અવર-જવર કરે છે. ૧૦૦૦ જેટલા કેદીઓ રોજ આ રીતે ત્યાંથી પસાર થાય છે. આ બેરેક ભૌગોલિક રીતે જોખમી છે. અમારી બેરેક ટવીન બેરેક છે. બાજુની બેરેક અવાવરું છે. જોકે તે બેરેકમાં થઇને અમારી બેરેકમાં આવી શકાય છે જે સુરક્ષા માટે ખતરારૂપ છે.
બેરેકની પાછળ પાણીની ટાંકી આવેલી છે ત્યાંથી પણ અમારી ગતીવિધિ જોઇ શકાય છે.
સુરક્ષાના નામે તંત્રએ અમને ખુલ્લા મેદાનમાં શિકારની જેમ મૂકી દીધા છે.
બેરેકની બહાર રાત્રે જ એક ગાર્ડ હોય છે દિવસ દરમિયાન કોઇ ગાર્ડ મૂકવામાં આવ્યા નથી.
રાત્રે જેલર એલ.વી.પરમારે પણ એક વખત અમને ઊંઘમાંથી ઉઠાડેલા અને તે બાદ તેઓ ચાલ્યા ગયેલા, તેમનું આ વર્તન પણ શંકા ઉપજાવે તેવું છે.
ભૂતકાળમાં અમને તબીબી કારણોસર કુદરતી રીતે મારી નાખવાનો પણ પ્રયાસ થયેલો છે.
સહ આરોપીઓએ અમારી પર હુમલો કર્યાનું રેકોર્ડ પર છે.
તાજના સાક્ષી બનવાની અમારી અરજી બાદ અમારી પર હુમલાની શક્યતા વધી ગઇ છે.
નિયમિત સારવાર માટે અમને મોકલવામાં આવતા નથી.
જેલ સત્તાવાળાઓએ કોર્ટને લેખિતમાં આપેલો જવાબ
અમીનને આ કેસના અન્ય કેદીઓથી અલગ વીરભગતસિંહ યાર્ડમાં રાખવાની વ્યવસ્થા કરી છે. બેરેકની ફરતે બોર્ડરવિંગના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. યાર્ડની અંદર એક જવાન વાયરલેશ સેટ સાથે તથા એક બોર્ડર વિંગનો જવાન હથિયાર સાથે તેમના યાર્ડમાં ફરજ પર રાખવામાં આવ્યા છે.
બેરેકના દરવાજા આગળ પણ બોર્ડરવિંગનો જવાન બેસાડવામાં આવ્યો છે.
અમીનને જ્યાં રાખવામાં આવ્યો છે ત્યાંથી સિત્તેર ફૂટ દૂર નવી જેલ અને જૂની જેલમાં અવર-જવરનો દરવાજો છે, જો કે તંત્રએ કેદીઓની અવર-જવર તેની વિરુદ્ધ દિશામાં ગોઠવી દીધી છે. તેમના દરવાજા પાસે સંત્રીનો પોઇન્ટ મૂકવામાં આવ્યો છે.
અમીનની બેરેક તરફ જવાનો રસ્તો સંપૂર્ણ બંધ કરી દીધો છે.
દર ગુરુવારે અધિક્ષક પણ રાઉન્ડ લે છે તે સમયે પણ આરોપી તે બાબતે ફરિયાદ કરી શકે છે.
તેમના યાર્ડમાં દિવસ દરમિયાન સૂબેદાર, જેલર,ડેપ્યુટી જેલર સમયાંતરે રાઉન્ડ લે છે. રાત્રે પણ ડ્યૂટી જેલર સમયાંતરે રાઉન્ડ લે છે.
કોર્ટ મુદત, સિવિલ મુલાકાત, ઓફિસ કામે બોલાવવામાં કે લઇ જવામાં આવે ત્યારે પણ સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવે છે.
તબીબી સારવાર માટે પણ જેલના તબીબી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે જેથી યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને તેમને જરૂરી સારવાર માટે સિવિલ હોસ્પિટલ પણ મોકલવામાં આવે છે.
શકીલ ઉર્ફે તેજા ગુલામ હુસેન દ્વારા કરાયેલા આક્ષેપો બાબતે પણ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે..
અમીન સામે ફરિયાદ માટે ચૌહાણની રિવિઝન અરજી : છઠ્ઠીએ સુનાવણી
ડૉ. નરેન્દ્ર અમીને જેલમાં ગેરકાયદે રેકોર્ડર રાખવા બદલ તેની સામે પણ ફરિયાદ નોંધીને કાનૂની કાર્યવાહી કરવાની એન. વી. ચૌહાણની અરજી સીબીઆઇ મેજિસ્ટ્રેટે ફગાવી દીધી હતી અને મેટ્રો કોર્ટમાં આ બાબતે ફરિયાદ કરવા આદેશ કર્યો હતો.
જેથી ચૌહાણે પોતાના વકીલ દીપ ભંભાણી દ્વારા આ મુદ્દે સીબીઆઇ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રિવિઝન અરજી કરી હતી, જેમાં એવો ઉલ્લેખ કરાયો હતો કે કોર્ટે જેલ સત્તાધીશોને એવો આદેશ કરવો જોઇએ કે તેઓ આ મુદ્દે સાબરમતી પોલીસમથકે ફરિયાદ નોંધાવે, જોકે આ અરજીની સુનાવણી કોર્ટે ૬ સપ્ટેમ્બરે રાખી છે.
યશપાલ - અજયના આગોતરા જામીન સીબીઆઇ સેશન્સ કોર્ટે ફગાવ્યા
સોહરાબ કેસમાં સ્પેશિયલ સીબીઆઇ સેશન્સ કોર્ટે ગુરુવારે અજય પટેલ તથા યશપાલ ચુડાસમાની આગોતરા જામીન અરજી ફગાવી હતી. અદાલતે પોતાના અવલોકનમાં જણાવ્યું હતું. આ બન્ને આરોપીઓ સામે બિનજામીન પાત્ર વોરંટ ઇશ્યૂ કરાયું છે તથા તેમની વિરુદ્ધ ગંભીર આરોપો હોવાથી તેમને આગોતરા જામીન મળે નહિ.
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન અજય પટેલ તથા યશપાલ ચુડાસમાએ પોતાના વકીલ અજિતસિંહ જાડેજા મારફતે સ્પેશિયલ સીબીઆઇ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જે અંગે ગુરુવારે વધુ સુનાવણી હાથ ધરાઇ હતી.
અભય ચુડાસમાને સીઆઇડી ક્રાઇમની ચાર્જશીટની નકલ અપાઈ
અભય ચુડાસમાને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની સીઆઇડી ક્રાઇમે કરેલી ચાર્જશીટ આપવા સ્પેશિયલ સીબીઆઇ મેજિસ્ટ્રેટ એ. વાય. દવેએ આદેશ કર્યો છે.
ચુડાસમાએ અગાઉ તેમના એડ્વોકેટ રોહિત વર્મા મારફત કરેલી અરજીમાં એવી રજૂઆત કરી હતી કે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં અગાઉ સીઆઇડી ક્રાઇમે કરેલી ચાર્જશીટની નકલ તેમને મળવી જોઈએ. ગુરુવારે સીબીઆઇએ ચુડાસમાને સીઆઇડી ક્રાઇમે કરેલી ચાર્જશીટની નકલ કોર્ટ રાહે આપી હતી.

Thursday, August 26, 2010
રૂ. ૧૫૦૦ કરોડની જવાબદારી
વીજળીની આપણી જરૂરિયાત પૂરી કરવાના ઉદ્દેશ્યથી આપણે એટોમિક પ્લાન્ટ શરૂ કરવા માટે અમેરિકા સાથે પરમાણુ કરાર કર્યો હતો. બુધવારે લોકસભામાં જવાબદારી વિધેયક પસાર થવા સાથે આ કરારના અમલીકરણનો માર્ગ મોકળો થઈ ગયો છે. શું છે જવાબદારી વિધેયક અને તેના પરનો વિવાદ
પરમાણુ કરાર સાથે સંબંધ
જવાબદારી કાયદો અમેરિકા સાથે થયેલા એટોમિક કરાર સાથે જોડાયેલો છે જેને ઓક્ટોબર ૨૦૦૮માં કાનૂની સ્વરૂપ મળ્યું હતું અને તેના માટે યુપીએએ પોતાની સરકાર પણ દાવ પર લગાવી દીધી હતી.
આ કાયદો અમેરિકા સાથે ઊર્જા ક્ષેત્રે ભાગીદારીનો માર્ગ મોકળો કરે છે.
કરાર અનુસાર આપણે એટોમિક ક્ષેત્રની નાગરિક અને સૈન્ય સુવિધાઓ અલગ અલગ કરીશું.
નાગરિક એટલે કે ઊર્જા સંબંધિત પરમાણુ પ્લાન્ટ આપણે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી(આઈએઈએ)ની દેખરેખ હેઠળ રાખીશું.
કાયદાની જરૂરિયાતનું કારણ
અમેરિકાની ખાનગી કંપનીને એટોમિક વેપાર માટે આકર્ષિત કરવાના ઉદ્દેશ્યથી આ કાયદો જરૂરી છે.
આ કાયદાથી પરમાણુ દુર્ઘટના થાય તો એટોમિક ઉપકરણોના નિર્માતા, સપ્લાયર, ઓપરેટર અને સરકારની આર્થિક અને કાયદાકીય જવાબદારી નક્કી થશે.
આ મામલે નિર્માતા અને સપ્લાયર અમેરિકી કંપની હશે જ્યારે ઓપરેટર ભારતીય પરમાણુ ઊર્જા નિગમ હશે.
‘ઈરાદો’ પણ ગયો
સરકારે સેકશન ૧૭ની જોગવાઈની વચ્ચેથી ‘અને’ શબ્દ દૂર કરી એક નવી જોગવાઈ ‘સી’ જોડી દીધી છે. તેમાં જણાવાયું છે કે એટોમિક દુર્ઘટના કોઈના ‘ઈરાદા’ કે ભૂલના કારણે થઈ હોય. વિપક્ષના વિરોધ બાદ ‘ઈરાદો’ શબ્દ દૂર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત બિલના મૂળ મુસદ્દામાં પણ ૧૮ ફેરફારો કરવામાં આવ્યા છે.
આ ફેરફારો વિશેષ છે
વળતરની વહેલામાં વહેલી તકે ચુકવણી
વળતર માટે રૂ. ૧૫૦૦ કરોડ સુધીનો દાવો થઈ શકશે
દુર્ઘટના બાદ ૨૦ વર્ષ પછી પણ વળતરનો દાવો કરી શકાશે
પીડિતોને વળતર આપ્યા બાદ જ ઓપરેટર, સપ્લાયર વિરુદ્ધ કાયકાદીય કાર્યવાહી શરૂ કરાશે
બે દેશોમાં આ કાયદો નથી
એટોમિક ઊર્જાનો ઉપયોગ કરતા ૩૦ દેશોમાંથી માત્ર ભારત અને પાકિસ્તાનમાં જ જવાબદારી કાયદો નથી. આપણે ત્યાં આ સંબંધે વિધેયક લોકસભામાં પસાર થઈ ચૂક્યું છે.
માત્ર આપણા દેશમાં જ આ હક
કોઈપણ દેશમાં જવાબદારી કાયદામાં સપ્લાયર વિરુદ્ધ કાર્યવાહીનો હક નથી. આપણા દેશમાં પ્રસ્તાવિત કાયદામાં ઉપકરણ કે સેવાઓમાં ખામી હોય તો સપ્લાયર વિરુદ્ધ પણ કાયદાકીય કાર્યવાહીની જોગવાઈ છે.
આ મુદ્દે હતો વિવાદ
પ્રસ્તાવિત કાયદાના સેકશન ૧૭ અનુસાર ઓપરેટર, સપ્લાયર પાસે વળતરની માગણી ત્યારે જ કરી શકાય જ્યારે :
(એ) તેનો ઉલ્લેખ સોદામાં થયો હોય અને
(બી) દુર્ઘટના નબળા કે ખરાબ ઉપકરણોના સપ્લાયના કારણે થઈ હોય
વિપક્ષને આ બંનેજોગવાઈઓને જોડવા વચ્ચે લગાવેલા ‘અને’ શબ્દ સામે વાંધો હતો.

થાંભલે ચડીને પરમાણુ બિલનો વિરોધ કર્યો!
કેન્દ્ર સરકાર પરમાણુ દાયિત્વ બિલ લોકસભામાં રજૂ કરવા માટે જરૂરી સંશોધનનો પ્રસ્તાવ ગૃહના પટલ પર રાખવા પર ભલે ભાર મૂકી રહી હોય, પંરુત બિલ પ્રત્યે સંસદની અંદર અને બહાર વિરોધનું વાતાવરણ વધી રહ્યું છે. આજે સવારે ગ્રીનપીસના કેટલાંક કાર્યકર્તાઓએ દિલ્હીના વિજય ચોક પર પ્રદર્શન કર્યું હતું. કાર્યકર્તા વિજય ચોક પર આવેલી સ્ટ્રીટ લાઈટના થાંભલા પર ચઢી ગયા અને સ્ટ્રીટ લાઈટ પર વિરોધના ઝંડા ફરકાવા લાગ્યા હતા.ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ગ્રીનપીસના 6 કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. ગ્રીનપીસના કાર્યકર્તા બિલને સંસદમાં રજૂ કરવાનો વિરોધ કરી રહ્યાં હતા.
આ લોકોને પણ મળી છે પોલીસની કંકોત્રી
આજકાલ બોલિવૂડમાં અભિનેતાઓ પોલીસની ભૂમિકા ભજવી રહ્યા છે અને આ વિષયને લઈને ઘણી જ ફિલ્મો બની રહી છે. બોલિવૂડમાં પોલીસના વિષયો પર ઘણી ફિલ્મો બને છે. જો કે વાસ્તવમાં બોલિવૂડ સ્ટાર્સનો પોલીસ સાથે પનારો પડ્યો છે.
આવા જ કેટલાંક બોલિવૂડ સ્ટાર્સ કે જેઓના પોલીસ સાથે ખાસ સંબંધો રહ્યા છે...
સલમાન ખાન: સલમાન ખાન કોઈને કોઈ કારણે વિવાદમાં હોય છે. હાલમાં તો સલ્લુ ફિલ્મ દબંગમાં પોલીસની ભૂમિકા ભજવી રહ્યો છે. જો કે વાસ્તવિક જીવનમાં સલમાનનો પોલીસ સાથે પનારો પડ્યો છે. ફિલ્મ હમ સાથ સાથ હૈંના શુટિંગ દરમિયાન ચિંકારાનો શિકાર કર્યો હતો અને આ વાતને લઈને સલ્લુએ પોલીસ સ્ટેશનના ચક્કર કાપવા પડ્યા હતા. આટલું જ નહિ સલમાને રૂપિયા 25000નો દંડ પણ ભર્યો હતો. જો કે થોડા સમય પછી ફરીથી સલમાને પોલીસ સ્ટેશનની હવા ખાધી હતી. સલમાને બ્રાન્દ્રા આગળ ફૂટપાથ પર સૂતેલા લોકો પર ગાડી ચલાવી દીધી હતી.
સંજય દત્ત: સંજય દત્ત અને ક્રાઈમને ઘણો જ ગાઢ સંબંધ હોય તેમ લાગે છે. 1993માં મુંબઈમાં થયેલા સીરિયલ બ્લાસ્ટમાં સંજુબાબાની સંડોવણી હતી અને બ્લાસ્ટમાં લગભગ 250 માણસો માર્યા ગયા હતા. સંજુબાબાના અંડરવર્લ્ડ સાથેના સંબંધોની વાત ઘણી જ ચર્ચાસ્પદ બની ગઈ હતી. સંજુબાબા કેટલાંક વર્ષો જેલમાં પણ રહ્યા હતા.
અક્ષય કુમાર: લેકમે ફેશન વિકમાં સ્ટેજ પર અક્ષય કુમારે પોતાની પત્ની પાસે પેન્ટનું બટન ખોલાવડાવ્યું હતું અને આ પ્રકારની અભદ્ર વર્તણૂકને કારણે અક્કીની ધરપકડ કરવામાં આવી હતી.
રિચાર્ડ ગેર-શિલ્પા શેટ્ટી: 2007માં એઈડ્સ જાગૃત્તિ અંગે શિલ્પા શેટ્ટી અને રિચાર્ડ ગેરે એકબીજાને જાહેરમાં ચુંબન કર્યુ હતું. શિલ્પા-રિચાર્ડે જાહેરમાં ચુંબન કરતા તેની ઘણી જ ટિકા કરવામાં આવી હતી. આ બાબતનો ઘણો જ વિરોધ થયો હતો. શિલ્પા અને રિચાર્ડની સામે અભદ્ર વર્તણૂકને લઈને કેસ પણ થયો હતો.
શાઈની આહુજા: શાઈની પર વર્ષ 2009માં પોતાના ઘરની નોકરાણી પર બળાત્કાર કર્યો હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો અને તેથી જ શાઈનીએ ઘણાં દિવસો સુધી જેલમાં રહેવું પડ્યું હતું. શાઈનીએ બળાત્કાર કર્યો હોવાની જાણ થતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ખળભળાટ મચી ગયો હતો.
આવા જ કેટલાંક બોલિવૂડ સ્ટાર્સ કે જેઓના પોલીસ સાથે ખાસ સંબંધો રહ્યા છે...
સલમાન ખાન: સલમાન ખાન કોઈને કોઈ કારણે વિવાદમાં હોય છે. હાલમાં તો સલ્લુ ફિલ્મ દબંગમાં પોલીસની ભૂમિકા ભજવી રહ્યો છે. જો કે વાસ્તવિક જીવનમાં સલમાનનો પોલીસ સાથે પનારો પડ્યો છે. ફિલ્મ હમ સાથ સાથ હૈંના શુટિંગ દરમિયાન ચિંકારાનો શિકાર કર્યો હતો અને આ વાતને લઈને સલ્લુએ પોલીસ સ્ટેશનના ચક્કર કાપવા પડ્યા હતા. આટલું જ નહિ સલમાને રૂપિયા 25000નો દંડ પણ ભર્યો હતો. જો કે થોડા સમય પછી ફરીથી સલમાને પોલીસ સ્ટેશનની હવા ખાધી હતી. સલમાને બ્રાન્દ્રા આગળ ફૂટપાથ પર સૂતેલા લોકો પર ગાડી ચલાવી દીધી હતી.
સંજય દત્ત: સંજય દત્ત અને ક્રાઈમને ઘણો જ ગાઢ સંબંધ હોય તેમ લાગે છે. 1993માં મુંબઈમાં થયેલા સીરિયલ બ્લાસ્ટમાં સંજુબાબાની સંડોવણી હતી અને બ્લાસ્ટમાં લગભગ 250 માણસો માર્યા ગયા હતા. સંજુબાબાના અંડરવર્લ્ડ સાથેના સંબંધોની વાત ઘણી જ ચર્ચાસ્પદ બની ગઈ હતી. સંજુબાબા કેટલાંક વર્ષો જેલમાં પણ રહ્યા હતા.
અક્ષય કુમાર: લેકમે ફેશન વિકમાં સ્ટેજ પર અક્ષય કુમારે પોતાની પત્ની પાસે પેન્ટનું બટન ખોલાવડાવ્યું હતું અને આ પ્રકારની અભદ્ર વર્તણૂકને કારણે અક્કીની ધરપકડ કરવામાં આવી હતી.
રિચાર્ડ ગેર-શિલ્પા શેટ્ટી: 2007માં એઈડ્સ જાગૃત્તિ અંગે શિલ્પા શેટ્ટી અને રિચાર્ડ ગેરે એકબીજાને જાહેરમાં ચુંબન કર્યુ હતું. શિલ્પા-રિચાર્ડે જાહેરમાં ચુંબન કરતા તેની ઘણી જ ટિકા કરવામાં આવી હતી. આ બાબતનો ઘણો જ વિરોધ થયો હતો. શિલ્પા અને રિચાર્ડની સામે અભદ્ર વર્તણૂકને લઈને કેસ પણ થયો હતો.
શાઈની આહુજા: શાઈની પર વર્ષ 2009માં પોતાના ઘરની નોકરાણી પર બળાત્કાર કર્યો હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો અને તેથી જ શાઈનીએ ઘણાં દિવસો સુધી જેલમાં રહેવું પડ્યું હતું. શાઈનીએ બળાત્કાર કર્યો હોવાની જાણ થતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ખળભળાટ મચી ગયો હતો. ક્યારેય લાગણીનું મૂલ્ય આંકી શકાતું નથી
પરિંદા કોલેજિયન યુવતી છે. આમ છતાં નાના બાળકની જેમ રડે છે, પગ પછાડે છે, હરક્તો કરે છે. જાણે બજારમાંથી કોઇ વસ્તુ કે રમકડું ખરીદવું હોય!
મા-બાપનું એકનું એક સંતાન છે. પાણી માગે તો દૂધ હાજર થાય તેવી સાહ્યબી છે. માગે તે મળે... પણ પરિંદાને તો ભાઇ જોઇએ છે. બે દિવસ પછી રક્ષાબંધન છે, રાખડી બાંધવી છે.
દરેક તહેવાર પવિત્ર જ હોય છે પણ ભાઇ-બહેનનાં સ્નેહ-સમર્પણની ભાવનાનો આ અનેરો અવસર છે. નાના, સુખી અને તંદુરસ્ત કુટુંબની કલ્પના હવે સાકાર થવા લાગી છે. તેમાં સંતાનરૂપે એક દીકરી જ હોય એવા સમજુ પરિવારની સંખ્યામાં ઉત્તરોત્તર ઉમેરો થતો રહ્યો છે.
દીકરી વહાલનો દરિયો, કાળજાનો કટકો, તુલસીનો ક્યારો... આવાં અનેક હુલામણાં વિશેષણોથી વિભૂષિત દીકરીનું ઘર-પરિવારમાં હોવું તેનું સુખ અને દીકરીને વિદાય આપવાનું દુ:ખ વ્યક્ત કરવા શબ્દો ઓછા પડે. અનુભૂતિને વ્યક્ત કરવી સાવ સહેલી નથી.
આ દીકરી કહે છે : ‘મા જણ્યો ભાઇ હોય તો હું રાખડી બાંધું!’ સંયુક્ત કુટુંબનો સૂરજ લગભગ અસ્ત થવામાં છે. એક જ ઘરમાં, એક્સાથે વીસ-પચ્ચીસ જણાં રહેતાં હોય તે કલ્પનામાં આવવું મુશ્કેલ છે. પણ હકીકત હતી. કુટુંબ એ વ્યક્તિના જીવનનો આધાર છે. નબળો-સબળો સભ્ય એકબીજાની ઓથમાં પાર પડી જતો. કુટુંબ એ ભારતીય સંસ્કૃતિમાં વટવૃક્ષ સમાન છે. પણ આજે તો સમય પ્રમાણે ઘણાં ઘરમાં નથી ભાઇ, ભાભી, નણંદ, કાકા-કાકી, ફઇ-ફુઆ... પ્રેમાળ અને લાગણીભીનાં સલુણાપાત્રોની સૃષ્ટિ જાણે અસ્તાચળના આરે ઊભી છે!
પરિંદા એક અલગ યુવતી છે. કોઇના ચીલે ચાલનારી નહીં પરંતુ પોતે ચાલે ત્યાં ચીલો થવો જોઇએ તેવું માનનારી છે. કોઇનું કહ્યું કે ઝટ માની લે તેવી નથી. સ્કૂલમાં ભાઇ-બહેનના હેતની કવિતા ભણી છે. હુમાયુ અને રાણી કર્ણાવતી વિશેનો પાઠ ગોખ્યો છે. કુંતા માતા અને વીર અભિમન્યુની કથા સાંભળી છે પણ જાતે અનુભવ્યું નથી. તેનું ચાલે તો મમ્મી-પપ્પાને સવાલ કરી બેસે : ‘એક બહેનને સગાભાઇના સ્નેહથી વંચિત શું કરવા રાખી? મારું નાનકડી નણંદ થવાનું સુખ શું કરવા મારા સુધી પહોંચવા ન દીધું?’ પોતાને એક ભાઇ હોય, તોફાન-મસ્તી કે પજવણી કરતો હોય... આવી ભાવસભર ઝંખના પરિંદાના હૃદયને પજવ્યા કરતી હતી. પરિંદા ક્યારેક કોલેજમાં યુવાનો સાથે ભાતૃભાવ પ્રગટ કરી બેસતી. પણ અનર્થ સર્જાતો. બદનામ થવાનું ચાર આંગળ છેટું રહેતું!
તેનાં મમ્મી-પપ્પા કહેતાં : દીકરી-દીકરો એક્સમાન છે. અમારે મન દીકરાથી પણ સવાઇ છો! પરિંદા આ ભાવનાને સમજતી હતી, આદર કરતી હતી પણ કહી નહોતી શકતી કે, સમાન અને સમોવડી હોવાનું છોડૉ. દરેક વ્યક્તિની પોતાની ઓળખ હોય છે.
આજે ઉત્સવની ઉજવણી પૂર્વેનો માહોલ સર્જાયો છે. બહેનો હોંશે હોંશે અવનવી રાખડીઓ ખરીદે છે. પરિંદાને પણ પોકેટમનીની બચતમાંથી મનગમતી રાખડી ખરીદવી છે... પણ બાંધે કોને!? અત્યાર સુધી તો મમ્મી-પપ્પાના કહેવા મુજબ દૂરના એક ભાઇને રાખડી બાંધતી આવી છે પણ હવે તેનું મન ના પાડે છે.
ગ્લોબલાઇઝેશન થઇ રહ્યું છે. વિશ્વ એક ગામડું બની રહ્યું છે. કુટુંબની વ્યાખ્યા વિસ્તરીને વિશ્વકક્ષામાં પરિવતિgત થઇ છે. શિરોમાન્ય. પણ ભાઇ, ભાભી, દિયેર, નણંદ... જેવાં ધબકતાં પાત્રોનું પારિવારિક મૂલ્ય ઓછું આંકવા જેવું નથી.
પરિંદા સમજણી થઇ ત્યારથી તેના મનમાં ધરબાઇને પડ્યું હતું તે આજે બળ કરીને બહાર આવ્યું છે. ‘ગાંડી!’ મમ્મી પરિંદાને કહે છે : ‘તું આ શું બોલે છે...!?’ વાતને વાળી લેવા પરિંદા કહે છે: ‘મમ્મી! રાખડી બંધાવવા આવે છે તે ભઇલાના હાથમાં કેટલી રાખડીઓ બાંધેલી હોય છે!’
‘પણ તારે તો રાખડી બાંધવાથી મતલબ છે ને!?
‘ના...’ પરિંદા ઊંચા અવાજે કહે છે : ‘તેના હાથમાં એક કરતાં વધારે રાખડી છે તેમાં મારી રાખડીનું મૂલ્ય શું!?’ પરિંદાના આ સવાલનો જવાબ જડવો મુશ્કેલ નથી. કારણ કે લાગણીનું ક્યારેય મૂલ્ય આંકી શકાતું નથી.
પણ સાંજે પરિંદાની બહેનપણી રોશનનો ફોન આવે છે. તેમાં તે કહે છે : ‘રક્ષાબંધનના દિવસે સવારે તૈયાર રહેજે. નાનો ભઇલું રહીમ રાખડી બંધાવવા આવશે!’ પરિંદા કશું બોલ્યા વગર ધૂંધવાતી રહે છે. ‘અલી સાંભળ્ય...’ રોશન કહે છે : ‘તારે એકલીએ, સુવાંગ રાખડી બાંધવાની છે. હું થોડી બાંધવાની છું તે...’
ધુમ્મસ, રાઘવજી માધડ
ra_madhad@yahoo.com

સ્તન બતાવી ચોરી કરતી યુવતીઓની ધરપકડ
પેરિસમાં ટોપલેસ થઈ પોતાના સ્તન બતાવીને ચોરી કરનાર બે યુવતીઓની પોલીસે આખરે ધરપકડ કરી છે. લોકોનું ધ્યાનભગ્ન કરીને એટીએમમાંથી પૈસા તફડાવી લેતી યુવતીઓ થોડા દિવસો પહેલા મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પેરિસ પોલીસે આ બંને યુવતીઓની ધરપકડ કરી છે.
આ બંને યુવતીઓએ ગયા અઠવાડિયે શહેરના એક એટીએમમાં પોતાની અદાઓ દ્વારા એક યુવકને મુર્ખ બનાવ્યો હતો. યુવતીઓએ એટીએમ મશીનમાં ટોપલેસ થઈને યુવતનું ધ્યાનભગ્ન કર્યું હતું અને એટીએમ મશીનમાંથી 300 યૂરો કાઢી લીધા હતાં. આવા અમુક બનાવો બાદ પોલીસે વોચ ગોઠવીને બંને યુવતીઓની ધરપકડ કરી હતી.
કેવી રીતે તફડાવતી હતી પૈસા?
એટીએમ મશીનમાંથી પૈસા કાઢવા માટે આ યુવતીઓએ અલગ જ પ્રકારની ટેકનિક અપવાની હતી. બંને યુવતીઓ પહેલેથી જ એટીએમ મશીનમાં પુરાઈ જતી હતી. ત્યાર બાદ જ્યારે કોઈ યુવક એટીએમમાં પૈસા કાઢવા માટે આવતો ત્યારે એટીએમમાં હાજર બે યુવતીઓમાંથી એક યુવતી તેનું ધ્યાન ભગ્ન કરવા માટે પોતાનું ટોપ કાઢી નાખતી હતી. આ સમય દરમિયાન બીજી યુવતી તેના ખાતામાંથી પૈસા તફડાવી લેતી હતી.

પુરુષોએ પહેરી બ્રા, મહિલાઓ થઈ ટોપલેસ
પુરુષોએ પહેરી બ્રા, મહિલાઓ થઈ ટોપલેસ
ટોપલેસ સમાનતાને અગ્રિમતા આપવા માટે સાન ફ્રાન્સિસ્કોમાં ‘ગો ટોપલેસ ડે’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 14 પુરુષોએ બિકિની પહેરીને ભાગ લીધો હતો. તો બીજી તરફ મહિલાઓએ ટોપલેસ થઈને પ્રદર્શનમાં ભાગ લીધો હતો. પ્રદર્શનનું આયોજન ત્રીજા વાર્ષિક ‘ગો ટોપલેસ ડે’ નિમિત્તે કરવામાં આવ્યું હતું.
સાન ફ્રાન્સિસ્કો ક્રોનિકલે લખ્યું છે કે આવા પ્રદર્શનના આયોજન પાછળનો હેતું સ્ત્રી-પુરુષોને સમાનતા અપાવવાનો છે, જેના કારણે મહિલાઓને પણ પુરુષોની જેમ પોતાનું શરીર ખુલ્લું રાખવાની છૂટ મળે. પ્રદર્શનમાં ભાગ લેનાર 43 વર્ષીય માઈકલ સ્ટેલે જણાવ્યું હતું કે જો આપણે એવું માનીને ચાલીએ કે પુરુષો અને મહિલાઓ સમાન છે તો મહિલાઓને પણ પોતાના સ્તન બતાવવાની છૂટ હોવી જોઈએ.
પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું જો પુરુષ પોતાની છાતી બતાવી શકે તો મહિલાઓ કેમ નહીં? પ્રદર્શનમાં ભાગ લેનાર 23 વર્ષીય એન્જેલા ઓલિવરે જણાવ્યું હતું કે, અમને એ તમામ વસ્તુઓ કરવાની છૂટ મળવી જોઈએ જે પુરુષો કરી શકે છે. મને મારા સ્તન ખૂબ ગમે છે. તેમજ મને નિવસ્ત્ર થવું પણ ગમે છે. હું નથી માનતી કે જો હું ટોપલેસ થાવ તો તેમાં કંઈ ખોટું છે. આ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક વાત છે.
ભારતનો 105 રને વિજય
ભારતનો 105 રને વિજય
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ભારતે આપેલા 224 રનના લક્ષ્યાંક સામે ન્યૂઝીલેન્ડની ટીમ 118 રનમાં ઓલઆઉટ થઇ જતા ભારતનો 105 રને વિજય થયો હતો. ભારત તરફથી પ્રવિણ કુમાર અને મુનાફ પટેલે વેધક બોલિંગ કરી હતી. પ્રવિણ કુમાર અને મુનાફ પટેલે 3-3 વિકેટ લીધી હતી. ઉપરાંત નહેરાએ બે જ્યારે ઇશાંત અને રવિન્દ્ર જાડેજાને એક-એક વિકેટ મળી હતી.
ભારત તરફથી એકમાત્ર સેહવાગે શાનદાર બેટિંગ કરતા કારકિર્દીની 13મી સદી ફટકારી હતી. જ્યારે ધોનીએ 38 રનનું યોગદાન આપ્યું હતું. અન્ય કોઇ ખેલાડી સારું પ્રદર્શન કરી શક્યા ન હતાં. ન્યૂઝીલેન્ડ તરફથી સાઉથીએ વેધક બોલિંગ નાખતા 4 વિકેટ ઝડપી હતી. જ્યારે મેક્કુલમે ત્રણ, મિલ્સે બે અને મેકયે એક વિકેટ મેળવી હતી. જ્યારે મિલ્સને બાદ કરતા બેટિંગમાં કોઇએ ખાસ સારું પ્રદર્શન કર્યું ન હતું. મિલ્સે 52 રનનું યોગદાન આપ્યું હતું.
ભારત તરફથી મળેલા 224 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહેલી ન્યૂઝીલેન્ડની ટીમની શરૂઆત સારી રહી નથી. અને તેની પ્રથમ વિકેટ માત્ર એક રનમાં જ પડી ગઇ હતી. પ્રવિણ કુમારે ન્યૂઝીલેન્ડના ગુપ્ટિલને શૂન્ય રને એલબી આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. જ્યારે બીજી સફળતા અપાવતા નહેરાએ વોટ્લિંગને 2 રનના વ્યક્તિગત સ્કોર પર બોલ્ડ કર્યો હતો. ભારતને ત્રીજી સફળતા અપાવતા પ્રવિણ કુમારે રોસ ટેલરને આઠ રનના વ્યક્તિગત સ્કોર પર ધોનીના હાથે ઝલાવી દીધો હતો. તેમજ પ્રવિણ કુમારે ભારત માટે ચોથી વિકેટના રૂપમાં સ્ટાઇરસને બોલ્ડ કર્યો હતો. સ્ટાઇરસે 15 બોલનો સામનો કરીને માત્ર એક જ રન બનાવ્યો હતો.
પ્રવિણ અને નહેરા બાદ ઇશાંત શર્માએ પણ ન્યૂઝીલેન્ડની ટીમ પર કહેર વરસાવતા વિલ્યમસનને 13 રનના વ્યક્તિગત સ્કોર પર બોલ્ડ કર્યો હતો. જ્યારે મુનાફ પટેલે હોપકિન્સને શૂન્ય રને પેવેલિયન ભેગો કર્યો હતો. મુનાફે બીજા શિકારના રૂપમાં ગ્રાન્ટ એલ્લિઅટની વિકેટ મેળવી હતી. ગ્રાન્ટે 11 રન બનાવ્યા હતા. જ્યારે મેક્કુલમ મુનાફ પટેલનો ત્રીજો શિકાર બન્યો હતો. મેક્કુલમે પાંચ રનના વ્યક્તિગત સ્કોર પર કાર્તિકના હાથે કેચ આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ સાઉથીને કુમારના હાથે ઝલાવીને ભારતને નવમી સફળતા અપાવી હતી. 10મી વિકેટ મિલ્સના રૂપમાં પડી હતી. તેણે 52 રન બનાવ્યા હતા. નહેરાએ મિલ્સને કુમારના હાથે ઝલાવી દીધો હતો.
આ પહેલા ન્યૂઝીલેન્ડ સામેની નિર્ણાયક મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, ભારત માટે આ નિર્ણય ફરી એક વખત ખોટો સાબિત થયો હોય તેમ લાગી રહ્યું હતું. કારણ કે, મેચના ત્રીજા જ બોલે દિનેશ કાર્તિક મિલ્સની ઓવરમાં હોપકિન્સના હાથે ઝલાઇ ગયો હતો. દિનેશ કાર્તિક શૂન્ય રને પેવેલિયન ભેગો થયો હતો.
વિરાટ કોહલી આઠ રનના વ્યક્તિગત સ્કોર પર સાઉથીની ઓવરમાં હોપકિન્સના હાથે લપાઇ ગયો હતો. જો કે, તેને વિશ્વાસ ન હતો કે તે કેચ આઉટ થયો છે. અને થોડોક સમય તે મેદાન પર ઉભો રહ્યો હતો. અને અમ્પાયર એશોકા તથા સેહવાગ તરફ જોઇ રહ્યો હતો.
કોહલી અને કાર્તિક નિષ્ફળ નિવડ્યા બાદ સેહવાગ અને યુવરાજ સિંહે ટીમ ઇન્ડિયાની બાજી સંભાળી હતી. યુવરાજ સમજદારી સાથે બેટિંગ કરવાની સાથોસાથ સેહવાગને સ્ટ્રાઇક આપી રહ્યો હતો. જ્યારે વિરેન્દ્ર સેહવાગ પોતાના આગવા અંદાજમાં સમયાંતરે તક મળતા બાઉન્ડ્રી ફટકારી રહ્યો હતો.
એક સમયે એવું લાગી રહ્યું હતું કે, યુવરાજ સિંહ પણ સેટ થઇ ગયો છે. જો કે, મેકાયની ઓવરમાં એક ખરાબ શોટ ફટકારવા જતા તે હોપકિન્સના હાથે કેચ આઉટ થયો હતો. યુવરાજ સિંહ બાદ બેટિંગ કરવા આવેલો સુરેશ રૈના માત્ર એક રન જ નોંધાવી શક્યો હતો. તે સાઉથીની ઓવરમાં વિલિયમસનના હાથે કેચ આઉટ થયો હતો.
સેહવાગ કારકિર્દીની 13મી સદી ફટકારતા 92 બોલનો સામનો કરીને 16 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 110 રન બનાવી લીધા હતા. જો કે, મેક્કુલમની ઓવરમાં બાઉન્ડ્રી પર વોટ્લિંગના હાથે કેચ આઉટ થયો હતો. સહવાગની વિકેટ પડ્યા બાદ સુકાની ધોનીએ યુવા ખેલાડી રવિન્દ્ર જાડેજા સાથે મળીને ભારતના સ્કોરબોર્ડને આગળ ધપાવવા પ્રયાસો કર્યા હતા. જો કે, તે મેક્કુલમની ઓવરમાં હોપકિન્સના હાથે કેચ આઉટ થઇ ગયો હતો. તેણે 75 બોલનો સામનો કરીને ત્રણ ચોગ્ગાની મદદથી 38 રન બનાવ્યા હતા. જ્યારે જાડેજા 17 રન પર કેચ આઉટ થયો હતો. તે સાઉથીની ઓવરમાં ટોફીના હાથે કેચ આઉટ થયો હતો.
જાડેજા અને ધોનીની વિકેટ બાદ ટીમ ઇન્ડિયાના પુછડયા ખેલાડીઓ ટકી શક્યા ન હતા. અને 46-3 ઓવરે ભારત 223 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું.
રન ઓવર દીઠ
ન્યૂઝીલેન્ડ ઇનિંગ
- 30.1 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડ 118-10
- 30 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડ 118-9
- 25 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડ 80-9
- 20 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડ 51-6
- 15 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડ 40-4
- 12 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડ 30-4
- પાંચ ઓવરના અંતે ન્યૂઝીલેન્ડ 14-3
ભારતની ઇનિંગ
- 46.3 ઓવરના અંતે ભારત 223-10
- 45 ઓવરના અંતે ભારત 214-9
- 41 ઓવરના અંતે ભારત 200-7
- 35 ઓવરના અંતે ભારત 181-5
- 30 ઓવરના અંતે ભારત 162-4
- 25 ઓવરના અંતે ભારત 126-4
- 20 ઓવરના અંતે ભારત 101-4
- 15 ઓવરના અંતે ભારત 81-4
- 10 ઓવરના અંતે ભારત 53-2
- 5 ઓવરના અંતે ભારત 27-1
વિકેટ પડવાનો ક્રમાંક
ન્યૂઝીલેન્ડ
1-1(ગુપ્ટિલ), 6-2(વોટ્લિંગ), 14-3(ટેલર), 22-4(સ્ટાઇરસ), 41-5(વિલ્યમસન), 42-6(હોપકિન્સ), 52-7(એલિઅટ), 53-8(મેક્કુલમ), 80-9(સાઉથી), 118-9(મિલ્સ)
ભારત
0-1(કાર્તિક), 27-2(કોહલી), 61-3(યુવરાજ), 66-4(રૈના), 173-5(સેહવાગ), 199-6(ધોની), 199-7(જાડેજા), 208-8(નેહરા), 207-9(પ્રવિણ કુમાર), 223-10(મુનાફ પટેલ)
આખરે ભારત ફાઇનલમાં
આખરે ભારત ફાઇનલમાં
ત્રિકોણીય વન-ડે શ્રેણી ન્યૂઝીલેન્ડ સામે ૧૦૫ રનથી ભવ્ય વિજય, સેહવાગની સદી, પ્રવીણ-મુનાફ ઝળક્યા,
ત્રિકોણીય વન-ડે ક્રિકેટ શ્રેણીમાં અત્યાર સુધી કંગાળ દેખાવ કરીને ટીકાનો ભોગ બની રહેલી ભારતીય ટીમે બુધવારે વળતો પ્રહાર કરીને વીરેન્દ્ર સેહવાગની શાનદાર સદી બાદ બોલર્સની મદદથી ન્યૂઝીલેન્ડને ૧૦૫ રનથી હરાવવાની સાથે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ૨૮મીએ રમાનારી ફાઇનલમાં હવે ભારતનો મુકાબલો યજમાન શ્રીલંકા સામે થશે.
બુધવારે અહીં રમાયેલી અંતિમ લીગ મેચમાં ભારત માટે જીતવું ફરજિયાત હતું. બીજી તરફ ન્યૂઝીલેન્ડ માટે પણ આ મેચ જીતવી જરૂરી હતી પરંતુ આ પરાજય સાથે ન્યૂઝીલેન્ડ ટૂનૉમેન્ટમાંથી ફેંકાઈ ગયું છે. ન્યૂઝીલેન્ડના સાત પોઇન્ટની સરખામણીએ ભારતના ૧૦ તથા શ્રીલંકાના ૧૧ પોઇન્ટ થયા હતા.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ભારતે ઓલઆઉટ થતાં અગાઉ ૪૬.૩ ઓવરમાં ૨૨૩ રનનો સ્કોર નોંધાવ્યો હતો જેની સામે ન્યૂઝીલેન્ડ ૩૦.૧ ઓવરમાં ૧૧૮ રન કરી શક્યું હતું.
વીરેન્દ્ર સેહવાગે સદી ફટકારી હોવા છતાં ભારતીય ટીમ ૨૨૩ રનનો સામાન્ય સ્કોર જ નોંધાવી શકી હતી પરંતુ પ્રવીણકુમાર અને મુનાફ પટેલ સહિતના બોલર્સે બોલિંગમાં કમાલ કરી હતી અને હરીફ ટીમને લક્ષ્યાંકની નજીક પહોંચવા દીધી ન હતી.
૨૨૪ રનના લક્ષ્યાંક સામે રમતાં ન્યૂઝીલેન્ડે પ્રથમ ઓવરમાં જ માર્ટિન ગુપટિલની વિકેટ ગુમાવી પછી તેઓ મેચમાં ફરીથી આવી શક્યા ન હતા. એક તબક્કે કિવિ ટીમે ૪૨ રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી, જોકે મિલ્સે છેલ્લે છેલ્લે થોડી લડત આપીને અડધી સદી ફટકારી હતી પરંતુ એ વખતે ઘણું મોડું થઈ ગયું હતું. પ્રવીણકુમાર અને મુનાફે ત્રણ-ત્રણ વિકેટ ખેરવી હતી.
ભારતીય ટીમનો પણ ધબડકો થયો હતો પરંતુ બંને ટીમ વચ્ચે એકમાત્ર ફરક વીરેન્દ્ર સેહવાગનો હતો. સેહવાગે વન-ડે કારકિર્દીની ૧૩મી સદી પૂરી કરી હતી.
ઓપનર દિનેશ કાર્તિક બાદ વિરાટ કોહલી, યુવરાજસિંઘ અને સુરેશ રૈના સસ્તામાં આઉટ થઈ જતાં ભારતે ૬૬ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. સેહવાગ અને ધોનીએ પાંચમી વિકેટ માટે ૧૦૭ રનની ભાગીદારી નોંધાવી હતી જેમાંથી મોટાભાગના રન સેહવાગે ફટાકાર્યા હતા. સેહવાગ સદી પૂરી કરીને આઉટ થયો એ પછી ભારતનો ફરીથી ધબડકો થયો હતો અને બાકીની વિકેટો સસ્તામાં પડી ગઈ હતી.
૮૭ બોલમાં સદી વટાવ્યા બાદ સેહવાગ ૯૩ બોલમાં ૧૬ બાઉન્ડ્રી અને એક સિક્સર સાથે ૧૧૦ રન નોંધાવીને આઉટ થયો હતો. આ દરમિયાન તેણે વન-ડે કારકિર્દીના એક હજાર ચોગ્ગા ફટકારવાની પણ સિદ્ધિ નોંધાવી હતી.
ધોનીએ ૩૮ તથા રવીન્દ્ર જાડેજાએ ૧૭ રન નોંધાવ્યા એ સિવાય અન્ય કોઈ ભારતીય બેટ્સમેન ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યો ન હતો. ન્યૂઝીલેન્ડ માટે ટિમ સાઉથીએ ચાર તથા નાથાન મેક્કુલમે ત્રણ વિકેટ ખેરવી હતી.
ઈન્ટરનેટની આદતથી છૂટવા કોમેડિયન પાંચ દિવસ બાથરૂમમાં રહ્યો
કોમેડિયન માર્ક માલ્કોફ વિચિત્ર કૃત્યો માટે જાણીતો છે, પરંતુ તેનું આ કૃત્ય તેનું અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ અથવા સૌથી ખરાબ હોઈ શકે છે. તે તેની ઈન્ટરનેટની આદતથી મુક્તિ મેળવવા માટે તેના બાથરૂમમાં રહે છે.
માલ્કોફે ‘ધ ન્યૂ યોર્ક ડેઈલી ન્યૂઝ’ ને કહ્યું હતું, ‘થોડા સમય પહેલાં મેં નોંધ્યું કે હું ઘણું બધું કરવા માગતો હતો, પરંતુ હું તે કરી શક્યો ન હતો, કારણ કે હું ઘણો બધો સમય ઓનલાઈન રહેતો હતો. મને એ ખબર નહોતી કે ન્યૂ યોર્ક શહેરમાં એવી કઈ જગ્યાએ જઉં, જ્યાં કોઈ આકર્ષણ કે ધ્યાન ભંગ ન થાય. આથી હું પાંચ દિવસ મારા બાથરૂમમાં ભરાઈ ગયો હતો.’
તે કબૂલે છે કે નેટની આદત ક્યારેક એટલી ખરાબ બને છે કે તે પત્ની સાથે બહાર જવાને બદલે તેના ફેસબુક અને ટ્વિટર પરની અપડેટ્સને ચેક કરતો રહે છે. પરંતુ તેની સમસ્યાના ઉકેલથી તેની પત્ની ક્રિસ્ટાઈન માટે બીજી સમસ્યા સર્જાઈ હતી. તેના ઘરમાં માત્ર એક જ બાથરૂમ હોવાથી ક્રિસ્ટાઈને કુદરતી ક્રિયાઓ માટે સ્ટારબકસ રેસ્ટોરાંમાં જવું પડ્યું હતું.
માલ્કોફ માટે આવા સ્ટંટ નવા નથી. વિમાનમાં ઉડવાના તેના ડર પર વિજય મેળવવા તે
એક વખત કોમર્શિયલ વિમાન પર રહ્યો હતો.

યુવરાજસિંહ - ધ મેકિંગ ઓફ અ ટ્રેજિક હીરો? - yuvraj singh tha making of tragic hero aristotal - www.divyabhaskar.co.in
યુવરાજસિંહ - ધ મેકિંગ ઓફ અ ટ્રેજિક હીરો?
આજથી બે હજાર વર્ષ અગાઉ એરિસ્ટોટલને એક પ્રશ્ન થયો: આખરે માણસ ટ્રેજડી એટલે કે કરૂણ નાટક કે સેડ ફિલ્મ જોવા જાય છે શું કામ? એરિસ્ટોટલની ટ્રેજડી સમજવાની યાત્રામાં મુખ્ય પડાવ ત્યારે આવ્યો જ્યારે એ મહાશયે ટ્રેજિક હીરોને સમજવાનો પ્રયત્ન કર્યો.
ટ્રેજિક હીરો કેવો હોય? ટ્રેજિક હીરો સારો હોવો જોઈએ, પણ બહુ સારો પણ ન હોવો જોઈએ. એ ખરાબ હોવો જોઈએ પણ નોટ ટૂ બેડ. કારણ કે શત પ્રતશિત સારા માણસની પડતી કુદરતી ન્યાયની વિરૂદ્ધની બાબત છે અને અતિશય દુષ્ટની પડતી પ્રત્યે પણ કોઈને સહાનુભૂતિ થતી નથી.
સારો, કાબિલ, હોંશિયાર, દમદાર જણ કે જે સફળ થવા સર્જાયો છે, જે સફળતાનો સ્વાદ ચાખી ચૂક્યો છે અને જે માત્ર અને માત્ર સ્વભાવમાં રહેલી કોઈ ખામીને કારણે સ્વવિનાશ નોતરે છે એ પરફેક્ટ ટ્રેજિક હીરો બની શકે છે. ઓડિયન્સ અને વિશ્વના મોઢામાં અને વિશ્વમાં અરેરાટી ઉત્પન્ન કરાવી શકે એ બની શકે છે ટ્રેજિક હીરો.
જેને અંગ્રેજી કાવ્યનો રાવજી પટેલ કહી શકાય એવા શેલીની ફેમસ લાઈન છે ને કે ‘અવર સ્વીટેસ્ટ સોંગ્ઝ આર ધોઝ ધેટ ટેલ અસ ધ સેડેસ્ટ થોટ...’ આપણા ગમતીલાં ગીત એ જ કે જે કરુણ વાત કરે.
શું વેલ બલ્ટિ, હેન્ડસમ, ઓસમ યુવરાજસિંહ ટ્રેજિક હીરો બનવા તરફ જઈ રહ્યો છે? શેક્સપિયરના ઓથેલો અને મેકબેથ અને લિયર તો પંકાયેલા ટ્રેજિક હીરોઝ છે, પણ યુવરાજની વાત કરીએ છીએ એટલે ક્રિકેટ સાથે સંકળાયેલી એક બીજી હસ્તી યાદ આવે છે, જે મેકિંગ ઓફ અ ટ્રેજિક હીરો નહીં પણ કન્ફર્મ મોડર્ન ટ્રેજિક હીરો છે.
સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ કેપ્ટન અને અભૂતપૂર્વ ખેલાડી હેન્સી ક્રોન્યે. ત્રીસ ત્રીસ વર્ષ સુધી જે દેશની ટીમ ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર રહી હોય એ ટીમને ત્રીસ જ મહિનામાં અવ્વલ ટીમોમાં સ્થાન અપાવવું, કેપ્ટનશીપના નવા નવા આયામો સર્જવા...
સિતારો આસમાને હતો, પણ નિયતિએ હેન્સી ક્રોન્યેને ટ્રેજિક હીરો બનાવવો હતો એટલે એક ઉણપ તો મૂકવી જ હતી, લાલચ! સટ્ટાકાંડમાં નામ ઉછળ્યું, બદનામી મળી, ક્રિકેટને અલવિદા કહેવું પડ્યું અને આખરે પ્લેન ક્રેશમાં મોત...
ધડકતા શ્વાસે માઈકલ જેકસન, રાજીવ ગાંધી, ટાઈગર વૂડઝ્ને પણ યાદ કરી શકો છો. રાહુલ મહાજન- પ્રમોદ મહાજન વગેરે ટ્રેજિક હીરો માટે ગેરલાયક ઠરે છે, કારણ કે ટ્રેજિક હીરો થવાની પણ લાયકાત જોઈએ અને એ છે રોયલનેસ!
અને યાદ રહે ટ્રેજિક હીરો એટલે કરુણ મોત કંપલસરી નથી જ નથી! પડતી થવી એ એટલું જ લાગુ પડે છે, એવી પડતી કે જેમાં તમારા પગ ઉપર કુહાડો તમે જ મારો છો, જે વ્યક્તિ ભારતની ટીમનો કેપ્ટન બનવાની શક્યતા ધરાવતો હતો એ ટીમમાં આવન-જાવન કરવા માંડે એને ટ્રેજડીની શરૂઆત તો કહી જ શકાય.
યુવરાજ એટલું સામર્થ્ય ધરાવે છે કે ભારતના જ નહીં, વિશ્વના ઓલ ટાઈમ સ્વીટ એન્ડ હીટ હીટર્સની યાદીમાં આવી શકે છે. યુવરાજ પાસે એટલા બધા આક્રમક શોટ્સની રેન્જ છે, અને એ પણ નેચરલી ગિફ્ટેડ લૂકીંગ, કે વિશ્વના ભલભલા બોલરોના છોતરાં કાઢી શકે છે.
યુવરાજના સ્વભાવ અથવા તો મનપ્રદેશનું દર્પણ છે, એની બોડી લેન્ગ્વેજ: ઈગોઈસ્ટિક, હુ કેર્સ, સુપિરીઓરિટી કોમ્પ્લેકસ, કોઈને શાબાશી આપતી વખતે છતો થતો અહંકાર ભાવ, સાથી બેટ્સમેન સાથે એવોઈડન્સ ઓફ કમ્યુનિકેશન, આઉટ થયા પછી બ્લેમ કરવાની માનસિકતા, ફિલ્ડિંગ પોઝિશન માટે ઝઘડા અને નારાજગી... અને આ તો એ બધી વાતો છે જે બિટવીન ધ લાઈન્સ વાંચવી પડે છે અથવા તો વંચાઈ જ જાય છે. યુવરાજને તમે છેલ્લે ક્યારે સચિનની માસુમિયતથી કોઈની ખુશીથી ખુશ થતો જોયો છે?
એક્ચ્યુઅલી, યુવરાજે બે વ્યક્તિઓ, કે જેની સાથે એ ડ્રેસિંગ રૂમ શેર કરે છે, પાસેથી શીખવા જેવું ઘણું છે, એ છે સહેવાગ અને ધોની. સહેવાગ પણ કેપ્ટન બનું બનું હતો અને બની ગયો ધોની. પણ સહેવાગે આ છીનવાઈ જવાની લાગણીને ખુબ સમજદારીપૂર્વક સ્વમાનથી બહાર કાઢી મૂકી છે અને એના ક્રિકેટને એન્જોય કરે છે.
બીજું ઉદાહરણ ધોનીનું એટલા માટે કે સફળતાને શિખરે આરુઢ થયેલ આ સામાન્ય પરિવારમાંથી આવતો માનવી સાવ સામાન્ય રીતે સાક્ષીને પરણી જાય છે અને પેજ થ્રી વાળાઓને ચોંકી જવાની પણ તક આપતો નથી! મેરેજના બે દિવસ અગાઉ જ ત્રણ વર્ષ માટેના જાહેરાત કરારના બસ્સો કરોડ ગર્વભેર લેનારે ચાહ્યું હોત તો મેરેજ કવરેજના એકાદ-બે કરોડ તો ખંખેર્યા જ હોત. ના, પૈસા કમાવવાની પણ એક ગરિમા હોય છે.
જો યુવરાજ હજુ પણ મેન્ટલ સ્તરે બ્લેમ ગેમમાં રચ્યો પચ્યો રહેશે તો શ્યોર એની ટ્રેજિક હીરોની શક્યતાઓ વધી રહી છે, અને જો એ ઈન્ટ્રોસ્પેકશનમાં જશે તો આપણને ફરીથી છ બોલમાં છ સિક્સ જોવા મળશે. જોઈએ, યુવી કયો રસ્તો પસંદ કરે છે.
પણ એટલું જરૂરથી કહીશું કે, યુવી વી વોન્ટ યુ ટુ બી અ હીરો, નોટ અ ટ્રેજિક હીરો! કારણ કે ટ્રેજિક હીરો બનવાની લાયકાત ધરાવવી એ મહાનતા છે, પણ ટ્રેજિક હીરો થવું એ ટ્રેજડી છે.‘
Subscribe to:
Posts (Atom)