Pages

Search This World

LIVE TV Watch the news unfold

MYTV CNBC TV18 CNBC AAWAZ CNN IBN IBN7 IBN LOKMAT

Friday, August 27, 2010

અમદાવાદ નાના વેપાર માટે સર્વશ્રેષ્ઠ

ભારતમાં નાના વેપાર(સ્મોલ બિઝનેસ) માટે સૌથી શ્રેષ્ઠ પસંદગીના સ્થળ તરીકે અમદાવાદનો પહેલો નંબર આવે છે. તે પછી બીજા અને ત્રીજા ક્રમે બેંગલોર અને મુંબઇ શહેરનો આવે છે. કન્સલ્ટન્સી ફર્મ અન્સ્ર્ટ એન્ડ યંગ અને રીટેઇલ સોલ્યૂશન પ્રોવાઇડર, ફ્રેન્ચાઇઝ ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલા એક સંયુક્ત અહેવાલમાં આ બાબત જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાતના સુરત શહેરને સાતમું સ્થાન મળ્યું છે. જ્યારે શ્રીનગર સૌથી છેલ્લા ક્રમે છે.

‘ટોપ ૧૦૦ સિટિઝ ફોર સ્મોલ બિઝનેસ ઇન ઇન્ડિયા’ શીર્ષક હેઠળ તૈયાર કરાયેલા આ અહેવાલમાં નાના વેપાર શરૂ કરવામાં ઉત્તમ અને નફો કમાવી આપે તેવા નાના-મોટા એવા ૧૦૦ શહેરોને ઓળખવામાં આવ્યા હતા. અહેવાલ અનુસાર ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ જેવાં રાજ્યો નાના બિઝનેસના નફાકારક વિકાસ માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવા તરફ વધુ સક્રિય છે. આ યાદીમાં ટોચના ૧૦ શહેરમાં અમદાવાદ, બેંગલોર, મુંબઇ, હૈદરાબાદ, દિલ્હી, ચેન્નાઇ, સુરત, ફરિદાબાદ, જયપુર અને ગુરગાંવનો સમાવેશ થાય છે. જ્યારે છેલ્લા દસ ક્રમમાં આવનારાં શહેરોમાં જમ્મુ, ભાગલપુર, બિકાનેર, બરેલી, હલદિયા, ધનબાદ, પટિયાલા, દરબંગા, ઝાંસી અને શ્રીનગરનો સમાવેશ થાય છે.

ફ્રેન્ચાઇઝી ઇન્ડિયાના પ્રમુખ ગૌરવ માર્યએ અહેવાલ લોન્ચ કરતી વખતે પત્રકારોને જણાવ્યું હતું કે અહેવાલમાં ડેમોગ્રાફી, ઇન્ફ્રાસ્ટ્રકચર, રીટેઇલ એક્ટિવિટી અને ઓન્ટ્રપ્રર્નિયરશિપ જેવા બિઝનેસ કરવા અને બિઝનેસને સરળ બનાવવા માટેની કેટલીક મહત્વની પૂર્વ-આવશ્યકતા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે આ પૂર્વ-આવશ્યકતાઓમાં બાંધકામની પરવાનગી મેળવવી, શ્રમિકોને નોકરીએ રાખવા, યોગ્ય નોંધણી, ધિરાણ મેળવવું અને વેરા ભરવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

અહેવાલમાં જણાવાયું હતું કે ‘એસએમઇ’ ભારતના જીડીપીના આઠથી નવ ટકા યોગદાન આપે છે. એસએમઇ દેશમાં ચાર કરોડ લોકોને રોજગારી આપે છે અને ૮,૦૦૦ પ્રોડકટનું ઉત્પાદન કરે છે. દેશના ઇન્ડસ્ટિ^યલ આઉટપુટમાં ૪૫ ટકા ફાળો આપે છે. ઉપરાંત ભારતની કુલ નિકાસમાં ૪૦ ટકા યોગદાન આપે છે.

ટોચના દસ શહેર

અમદાવાદ, બેંગલોર, મુંબઇ, હૈદરાબાદ, દિલ્હી, ચેન્નાઇ, સુરત, ફરિદાબાદ, જયપુર અને ગુરગાંવ

સૌથી છેલ્લા ક્રમના દસ શહેર

જમ્મુ, ભાગલપુર, બિકાનેર, બરેલી, હલદિયા, ધનબાદ, પટિયાલા, દરબંગા, ઝાંસી અને શ્રીનગર

No comments:

Post a Comment