Pages

Search This World

LIVE TV Watch the news unfold

MYTV CNBC TV18 CNBC AAWAZ CNN IBN IBN7 IBN LOKMAT

Wednesday, September 7, 2011

ટનબંધ સોનુ અને ગાડીઓ ભરીને રોકડ સાથે ગદ્દાફીએ દેશ છોડ્યો

 
- પશ્ચિમ આફ્રિકન દેશ બુરકિના ફાસો તરફ ગદ્દાફી નાસી ગયાની શક્યતા
- પોતાને વફાદાર એવા 250 લડાકૂઓ સાથે ગદ્દાફીએ બોર્ડર ક્રોસ કરી
- ગદ્દાફીનો કાફલો ગઈકાલે સાંજે નાઈઝર દેશની રાજધાની નિઆમે પહોંચ્યો હતો


છેલ્લા સાત મહિનાની આકરી લડત પછી આખરે લિબિયામાંથી ગદ્દાફીના શાસનને ઉખાડી ફેંકવામાં સફળ રહેલા વિદ્રોહીઓ હાલમાં જ્યારે ભાગેડુ ગદ્દાફીને શોધવા માટે   આકાશપાતાળ એક કરી રહ્યા છે ત્યારે ગદ્દાફી 250 જેટલા હથિયારધારી સૈનિકોના કાફલા સાથે બોર્ડર ક્રોસ કરીને નાસી છુટ્યો હોવાની ચર્ચા થઈ રહી છે. ગદ્દાફી પોતાની સાથે ગાડીઓ ભરીને રોકડ તેમજ સોનુ પણ લઈ ગયો હોવાના અહેવાલ છે.

લિબિયા પર છેલ્લા 42 વર્ષથી કબ્જો જમાવનારો આ આપખુદ શાસક પશ્ચિમ આફ્રિકામાં આવેલા દેશ બુરકિના ફાસો તરફ નાસી રહ્યો હોવાનો હાલમાં અંદાજ વ્યક્ત કરાયો છે. આ દેશમાં શરણ મેળવવાની સમજૂતી ગદ્દાફીએ  દક્ષિણ આફ્રિકાની મદદથી કરી હોવાની શક્યતા છે.

ગદ્દાફીના આ કાફલામાં તેની સુરક્ષાનો વડો મનસુર ધાઓ અને અન્ય આદિવાસી લડવૈયાઓ પણ છે. આ કાફલો ગઈકાલે સાંજે રણને ઓળંગીને પાડોશી દેશ નાઈઝરની રાજધાની નિઆમે પહોંચ્યો હતો.

જોકે, ગુપ્તચર અધિકારીઓના જણાવ્યા અનુસાર ગદ્દાફી તેમજ તેના પરિવારને દેશની બહાર મોકલવાની સમજૂતી દક્ષિણ આફ્રિકા અને ફ્રાંસે લિબિયામાં વધુ રક્તપાત રોકવા માટે નાટો વતી કરવામાં આવી હતી.