આવા જ કેટલાંક બોલિવૂડ સ્ટાર્સ કે જેઓના પોલીસ સાથે ખાસ સંબંધો રહ્યા છે...
સલમાન ખાન: સલમાન ખાન કોઈને કોઈ કારણે વિવાદમાં હોય છે. હાલમાં તો સલ્લુ ફિલ્મ દબંગમાં પોલીસની ભૂમિકા ભજવી રહ્યો છે. જો કે વાસ્તવિક જીવનમાં સલમાનનો પોલીસ સાથે પનારો પડ્યો છે. ફિલ્મ હમ સાથ સાથ હૈંના શુટિંગ દરમિયાન ચિંકારાનો શિકાર કર્યો હતો અને આ વાતને લઈને સલ્લુએ પોલીસ સ્ટેશનના ચક્કર કાપવા પડ્યા હતા. આટલું જ નહિ સલમાને રૂપિયા 25000નો દંડ પણ ભર્યો હતો. જો કે થોડા સમય પછી ફરીથી સલમાને પોલીસ સ્ટેશનની હવા ખાધી હતી. સલમાને બ્રાન્દ્રા આગળ ફૂટપાથ પર સૂતેલા લોકો પર ગાડી ચલાવી દીધી હતી.
સંજય દત્ત: સંજય દત્ત અને ક્રાઈમને ઘણો જ ગાઢ સંબંધ હોય તેમ લાગે છે. 1993માં મુંબઈમાં થયેલા સીરિયલ બ્લાસ્ટમાં સંજુબાબાની સંડોવણી હતી અને બ્લાસ્ટમાં લગભગ 250 માણસો માર્યા ગયા હતા. સંજુબાબાના અંડરવર્લ્ડ સાથેના સંબંધોની વાત ઘણી જ ચર્ચાસ્પદ બની ગઈ હતી. સંજુબાબા કેટલાંક વર્ષો જેલમાં પણ રહ્યા હતા.
અક્ષય કુમાર: લેકમે ફેશન વિકમાં સ્ટેજ પર અક્ષય કુમારે પોતાની પત્ની પાસે પેન્ટનું બટન ખોલાવડાવ્યું હતું અને આ પ્રકારની અભદ્ર વર્તણૂકને કારણે અક્કીની ધરપકડ કરવામાં આવી હતી.
રિચાર્ડ ગેર-શિલ્પા શેટ્ટી: 2007માં એઈડ્સ જાગૃત્તિ અંગે શિલ્પા શેટ્ટી અને રિચાર્ડ ગેરે એકબીજાને જાહેરમાં ચુંબન કર્યુ હતું. શિલ્પા-રિચાર્ડે જાહેરમાં ચુંબન કરતા તેની ઘણી જ ટિકા કરવામાં આવી હતી. આ બાબતનો ઘણો જ વિરોધ થયો હતો. શિલ્પા અને રિચાર્ડની સામે અભદ્ર વર્તણૂકને લઈને કેસ પણ થયો હતો.
શાઈની આહુજા: શાઈની પર વર્ષ 2009માં પોતાના ઘરની નોકરાણી પર બળાત્કાર કર્યો હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો અને તેથી જ શાઈનીએ ઘણાં દિવસો સુધી જેલમાં રહેવું પડ્યું હતું. શાઈનીએ બળાત્કાર કર્યો હોવાની જાણ થતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ખળભળાટ મચી ગયો હતો.
No comments:
Post a Comment