Pages

Search This World

LIVE TV Watch the news unfold

MYTV CNBC TV18 CNBC AAWAZ CNN IBN IBN7 IBN LOKMAT

Thursday, August 26, 2010

આખરે ભારત ફાઇનલમાં

 આખરે ભારત ફાઇનલમાં

ત્રિકોણીય વન-ડે શ્રેણી ન્યૂઝીલેન્ડ સામે ૧૦૫ રનથી ભવ્ય વિજય, સેહવાગની સદી, પ્રવીણ-મુનાફ ઝળક્યા,

ત્રિકોણીય વન-ડે ક્રિકેટ શ્રેણીમાં અત્યાર સુધી કંગાળ દેખાવ કરીને ટીકાનો ભોગ બની રહેલી ભારતીય ટીમે બુધવારે વળતો પ્રહાર કરીને વીરેન્દ્ર સેહવાગની શાનદાર સદી બાદ બોલર્સની મદદથી ન્યૂઝીલેન્ડને ૧૦૫ રનથી હરાવવાની સાથે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ૨૮મીએ રમાનારી ફાઇનલમાં હવે ભારતનો મુકાબલો યજમાન શ્રીલંકા સામે થશે.

બુધવારે અહીં રમાયેલી અંતિમ લીગ મેચમાં ભારત માટે જીતવું ફરજિયાત હતું. બીજી તરફ ન્યૂઝીલેન્ડ માટે પણ આ મેચ જીતવી જરૂરી હતી પરંતુ આ પરાજય સાથે ન્યૂઝીલેન્ડ ટૂનૉમેન્ટમાંથી ફેંકાઈ ગયું છે. ન્યૂઝીલેન્ડના સાત પોઇન્ટની સરખામણીએ ભારતના ૧૦ તથા શ્રીલંકાના ૧૧ પોઇન્ટ થયા હતા.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ભારતે ઓલઆઉટ થતાં અગાઉ ૪૬.૩ ઓવરમાં ૨૨૩ રનનો સ્કોર નોંધાવ્યો હતો જેની સામે ન્યૂઝીલેન્ડ ૩૦.૧ ઓવરમાં ૧૧૮ રન કરી શક્યું હતું.

વીરેન્દ્ર સેહવાગે સદી ફટકારી હોવા છતાં ભારતીય ટીમ ૨૨૩ રનનો સામાન્ય સ્કોર જ નોંધાવી શકી હતી પરંતુ પ્રવીણકુમાર અને મુનાફ પટેલ સહિતના બોલર્સે બોલિંગમાં કમાલ કરી હતી અને હરીફ ટીમને લક્ષ્યાંકની નજીક પહોંચવા દીધી ન હતી.

૨૨૪ રનના લક્ષ્યાંક સામે રમતાં ન્યૂઝીલેન્ડે પ્રથમ ઓવરમાં જ માર્ટિન ગુપટિલની વિકેટ ગુમાવી પછી તેઓ મેચમાં ફરીથી આવી શક્યા ન હતા. એક તબક્કે કિવિ ટીમે ૪૨ રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી, જોકે મિલ્સે છેલ્લે છેલ્લે થોડી લડત આપીને અડધી સદી ફટકારી હતી પરંતુ એ વખતે ઘણું મોડું થઈ ગયું હતું. પ્રવીણકુમાર અને મુનાફે ત્રણ-ત્રણ વિકેટ ખેરવી હતી.

ભારતીય ટીમનો પણ ધબડકો થયો હતો પરંતુ બંને ટીમ વચ્ચે એકમાત્ર ફરક વીરેન્દ્ર સેહવાગનો હતો. સેહવાગે વન-ડે કારકિર્દીની ૧૩મી સદી પૂરી કરી હતી.

ઓપનર દિનેશ કાર્તિક બાદ વિરાટ કોહલી, યુવરાજસિંઘ અને સુરેશ રૈના સસ્તામાં આઉટ થઈ જતાં ભારતે ૬૬ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. સેહવાગ અને ધોનીએ પાંચમી વિકેટ માટે ૧૦૭ રનની ભાગીદારી નોંધાવી હતી જેમાંથી મોટાભાગના રન સેહવાગે ફટાકાર્યા હતા. સેહવાગ સદી પૂરી કરીને આઉટ થયો એ પછી ભારતનો ફરીથી ધબડકો થયો હતો અને બાકીની વિકેટો સસ્તામાં પડી ગઈ હતી.

૮૭ બોલમાં સદી વટાવ્યા બાદ સેહવાગ ૯૩ બોલમાં ૧૬ બાઉન્ડ્રી અને એક સિક્સર સાથે ૧૧૦ રન નોંધાવીને આઉટ થયો હતો. આ દરમિયાન તેણે વન-ડે કારકિર્દીના એક હજાર ચોગ્ગા ફટકારવાની પણ સિદ્ધિ નોંધાવી હતી.

ધોનીએ ૩૮ તથા રવીન્દ્ર જાડેજાએ ૧૭ રન નોંધાવ્યા એ સિવાય અન્ય કોઈ ભારતીય બેટ્સમેન ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યો ન હતો. ન્યૂઝીલેન્ડ માટે ટિમ સાઉથીએ ચાર તથા નાથાન મેક્કુલમે ત્રણ વિકેટ ખેરવી હતી.

No comments:

Post a Comment