ભારતનો 105 રને વિજય
ભારતનો 105 રને વિજય
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ભારતે આપેલા 224 રનના લક્ષ્યાંક સામે ન્યૂઝીલેન્ડની ટીમ 118 રનમાં ઓલઆઉટ થઇ જતા ભારતનો 105 રને વિજય થયો હતો. ભારત તરફથી પ્રવિણ કુમાર અને મુનાફ પટેલે વેધક બોલિંગ કરી હતી. પ્રવિણ કુમાર અને મુનાફ પટેલે 3-3 વિકેટ લીધી હતી. ઉપરાંત નહેરાએ બે જ્યારે ઇશાંત અને રવિન્દ્ર જાડેજાને એક-એક વિકેટ મળી હતી.
ભારત તરફથી એકમાત્ર સેહવાગે શાનદાર બેટિંગ કરતા કારકિર્દીની 13મી સદી ફટકારી હતી. જ્યારે ધોનીએ 38 રનનું યોગદાન આપ્યું હતું. અન્ય કોઇ ખેલાડી સારું પ્રદર્શન કરી શક્યા ન હતાં. ન્યૂઝીલેન્ડ તરફથી સાઉથીએ વેધક બોલિંગ નાખતા 4 વિકેટ ઝડપી હતી. જ્યારે મેક્કુલમે ત્રણ, મિલ્સે બે અને મેકયે એક વિકેટ મેળવી હતી. જ્યારે મિલ્સને બાદ કરતા બેટિંગમાં કોઇએ ખાસ સારું પ્રદર્શન કર્યું ન હતું. મિલ્સે 52 રનનું યોગદાન આપ્યું હતું.
ભારત તરફથી મળેલા 224 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહેલી ન્યૂઝીલેન્ડની ટીમની શરૂઆત સારી રહી નથી. અને તેની પ્રથમ વિકેટ માત્ર એક રનમાં જ પડી ગઇ હતી. પ્રવિણ કુમારે ન્યૂઝીલેન્ડના ગુપ્ટિલને શૂન્ય રને એલબી આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. જ્યારે બીજી સફળતા અપાવતા નહેરાએ વોટ્લિંગને 2 રનના વ્યક્તિગત સ્કોર પર બોલ્ડ કર્યો હતો. ભારતને ત્રીજી સફળતા અપાવતા પ્રવિણ કુમારે રોસ ટેલરને આઠ રનના વ્યક્તિગત સ્કોર પર ધોનીના હાથે ઝલાવી દીધો હતો. તેમજ પ્રવિણ કુમારે ભારત માટે ચોથી વિકેટના રૂપમાં સ્ટાઇરસને બોલ્ડ કર્યો હતો. સ્ટાઇરસે 15 બોલનો સામનો કરીને માત્ર એક જ રન બનાવ્યો હતો.
પ્રવિણ અને નહેરા બાદ ઇશાંત શર્માએ પણ ન્યૂઝીલેન્ડની ટીમ પર કહેર વરસાવતા વિલ્યમસનને 13 રનના વ્યક્તિગત સ્કોર પર બોલ્ડ કર્યો હતો. જ્યારે મુનાફ પટેલે હોપકિન્સને શૂન્ય રને પેવેલિયન ભેગો કર્યો હતો. મુનાફે બીજા શિકારના રૂપમાં ગ્રાન્ટ એલ્લિઅટની વિકેટ મેળવી હતી. ગ્રાન્ટે 11 રન બનાવ્યા હતા. જ્યારે મેક્કુલમ મુનાફ પટેલનો ત્રીજો શિકાર બન્યો હતો. મેક્કુલમે પાંચ રનના વ્યક્તિગત સ્કોર પર કાર્તિકના હાથે કેચ આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ સાઉથીને કુમારના હાથે ઝલાવીને ભારતને નવમી સફળતા અપાવી હતી. 10મી વિકેટ મિલ્સના રૂપમાં પડી હતી. તેણે 52 રન બનાવ્યા હતા. નહેરાએ મિલ્સને કુમારના હાથે ઝલાવી દીધો હતો.
આ પહેલા ન્યૂઝીલેન્ડ સામેની નિર્ણાયક મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, ભારત માટે આ નિર્ણય ફરી એક વખત ખોટો સાબિત થયો હોય તેમ લાગી રહ્યું હતું. કારણ કે, મેચના ત્રીજા જ બોલે દિનેશ કાર્તિક મિલ્સની ઓવરમાં હોપકિન્સના હાથે ઝલાઇ ગયો હતો. દિનેશ કાર્તિક શૂન્ય રને પેવેલિયન ભેગો થયો હતો.
વિરાટ કોહલી આઠ રનના વ્યક્તિગત સ્કોર પર સાઉથીની ઓવરમાં હોપકિન્સના હાથે લપાઇ ગયો હતો. જો કે, તેને વિશ્વાસ ન હતો કે તે કેચ આઉટ થયો છે. અને થોડોક સમય તે મેદાન પર ઉભો રહ્યો હતો. અને અમ્પાયર એશોકા તથા સેહવાગ તરફ જોઇ રહ્યો હતો.
કોહલી અને કાર્તિક નિષ્ફળ નિવડ્યા બાદ સેહવાગ અને યુવરાજ સિંહે ટીમ ઇન્ડિયાની બાજી સંભાળી હતી. યુવરાજ સમજદારી સાથે બેટિંગ કરવાની સાથોસાથ સેહવાગને સ્ટ્રાઇક આપી રહ્યો હતો. જ્યારે વિરેન્દ્ર સેહવાગ પોતાના આગવા અંદાજમાં સમયાંતરે તક મળતા બાઉન્ડ્રી ફટકારી રહ્યો હતો.
એક સમયે એવું લાગી રહ્યું હતું કે, યુવરાજ સિંહ પણ સેટ થઇ ગયો છે. જો કે, મેકાયની ઓવરમાં એક ખરાબ શોટ ફટકારવા જતા તે હોપકિન્સના હાથે કેચ આઉટ થયો હતો. યુવરાજ સિંહ બાદ બેટિંગ કરવા આવેલો સુરેશ રૈના માત્ર એક રન જ નોંધાવી શક્યો હતો. તે સાઉથીની ઓવરમાં વિલિયમસનના હાથે કેચ આઉટ થયો હતો.
સેહવાગ કારકિર્દીની 13મી સદી ફટકારતા 92 બોલનો સામનો કરીને 16 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 110 રન બનાવી લીધા હતા. જો કે, મેક્કુલમની ઓવરમાં બાઉન્ડ્રી પર વોટ્લિંગના હાથે કેચ આઉટ થયો હતો. સહવાગની વિકેટ પડ્યા બાદ સુકાની ધોનીએ યુવા ખેલાડી રવિન્દ્ર જાડેજા સાથે મળીને ભારતના સ્કોરબોર્ડને આગળ ધપાવવા પ્રયાસો કર્યા હતા. જો કે, તે મેક્કુલમની ઓવરમાં હોપકિન્સના હાથે કેચ આઉટ થઇ ગયો હતો. તેણે 75 બોલનો સામનો કરીને ત્રણ ચોગ્ગાની મદદથી 38 રન બનાવ્યા હતા. જ્યારે જાડેજા 17 રન પર કેચ આઉટ થયો હતો. તે સાઉથીની ઓવરમાં ટોફીના હાથે કેચ આઉટ થયો હતો.
જાડેજા અને ધોનીની વિકેટ બાદ ટીમ ઇન્ડિયાના પુછડયા ખેલાડીઓ ટકી શક્યા ન હતા. અને 46-3 ઓવરે ભારત 223 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું.
રન ઓવર દીઠ
ન્યૂઝીલેન્ડ ઇનિંગ
- 30.1 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડ 118-10
- 30 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડ 118-9
- 25 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડ 80-9
- 20 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડ 51-6
- 15 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડ 40-4
- 12 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડ 30-4
- પાંચ ઓવરના અંતે ન્યૂઝીલેન્ડ 14-3
ભારતની ઇનિંગ
- 46.3 ઓવરના અંતે ભારત 223-10
- 45 ઓવરના અંતે ભારત 214-9
- 41 ઓવરના અંતે ભારત 200-7
- 35 ઓવરના અંતે ભારત 181-5
- 30 ઓવરના અંતે ભારત 162-4
- 25 ઓવરના અંતે ભારત 126-4
- 20 ઓવરના અંતે ભારત 101-4
- 15 ઓવરના અંતે ભારત 81-4
- 10 ઓવરના અંતે ભારત 53-2
- 5 ઓવરના અંતે ભારત 27-1
વિકેટ પડવાનો ક્રમાંક
ન્યૂઝીલેન્ડ
1-1(ગુપ્ટિલ), 6-2(વોટ્લિંગ), 14-3(ટેલર), 22-4(સ્ટાઇરસ), 41-5(વિલ્યમસન), 42-6(હોપકિન્સ), 52-7(એલિઅટ), 53-8(મેક્કુલમ), 80-9(સાઉથી), 118-9(મિલ્સ)
ભારત
0-1(કાર્તિક), 27-2(કોહલી), 61-3(યુવરાજ), 66-4(રૈના), 173-5(સેહવાગ), 199-6(ધોની), 199-7(જાડેજા), 208-8(નેહરા), 207-9(પ્રવિણ કુમાર), 223-10(મુનાફ પટેલ)
No comments:
Post a Comment