Pages

Search This World

LIVE TV Watch the news unfold

MYTV CNBC TV18 CNBC AAWAZ CNN IBN IBN7 IBN LOKMAT

Friday, August 27, 2010

અમદાવાદમાં ગાજવીજ સાથે દોઢ ઇંચ વરસાદ

આવતા ૩૬ કલાકમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારે વરસાદની આગાહી


વિરામ બાદ ગુરુવારે સાંજે અચાનક અમદાવાદ શહેરમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ અમદાવાદના નિચાણવાળા ભાગમાં પાણી ભરાઇ જતાં લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. સાંજે પાંચ વાગ્યે શરૂ થયેલો ભારે વરસાદ મોડી રાત સુધી ધીમી ધારે ચાલુ રહ્યો હતો.


ઓફિસ છુટવાના સમયે જ વરસાદ ત્રાટકતા શહેરના અનેક ચાર રસ્તા ઉપર ટ્રાફિક જામનાં દ્રશ્યો ભજવાયાં હતાં. દરમિયાન હવામાન ખાતાએ આગાહી કરી છે કે આવતા ૩૬ કલાકમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના અન્ય ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.


એક અઠવાડિયાના વિરામ બાદ ગુરુવારે સાંજે ભારે ગર્જના સાથે શહેરમાં વરસાદ ત્રાટક્યો હતો. કાળાં ડિબાંગ વાદળોની ગર્જના વચ્ચે સાડાપાંચ વાગે ધોધમાર વરસાદની શરૂઆત થઇ. થોડા સમયે પહેલાં અમદાવાદ શહેરમાં પડેલા ૧૫ ઇંચ જેટલા ભારે વરસાદની યાદો હજી ભુલાઇ નથી ત્યારે જોરદાર વરસાદ તૂટી પડવાનું વાતાવરણ સાંજે જોવા મળતા લોકોમાં પણ ગભરામણ જોવા મળી હતી.


શહેરમાં સાંજે સાડાપાંચથી સાડા છ એમ એક કલાક સુધીમાં ભારે વરસાદ પડયો હતો. ત્યારબાદ ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો હતો. ભારે વરસાદને કારણે પશ્ચિમ ભાગમાં મેમનગર, ઘાટલોડિયા, વેજલપુર, જીવરાજ અને જુહાપુરાના કેટલાક નિચાણવાળા ભાગમાં પાણી ભરાયાં હતાં. ઓફિસ ટાઇમે વરસાદના આગમને સીજી રોડ, આશ્રમ રોડ અને એસજી રોડ ઉપર કેટલીક જગ્યાએ થોડી વાર માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો.


પૂર્વ અમદાવાદમાં બાપુનગર, નરોડા, મણિનગર, મેઘાણીનગર, રખિયાલ, અમરાઇવાડી વગેરેવિસ્તારમાં પણ નિચાણવાળા ભાગમાં સાંજે પાણી ભરાયા હતા. આ વિસ્તારમાં વરસાદને કારણે અનેક જગ્યાએ રોડ ઉપર પાણી ભરાઇ ગયાં હતાં. આ કારણે ઠેર ઠેર ટ્રાફિક જામનાં દ્રશ્યો પણ સર્જાયાં હતાં. કેટલાક ચાર રસ્તાઓ ઉપર તો સ્થાનિક વિસ્તારના યુવાનોએ ટ્રાફિક વ્યવસ્થા સંભાળી લીધી હતી.

No comments:

Post a Comment