Pages

Search This World

LIVE TV Watch the news unfold

MYTV CNBC TV18 CNBC AAWAZ CNN IBN IBN7 IBN LOKMAT

Friday, August 27, 2010

Upasana

હવનનાં પ્રકાર

હવન ઘણા પ્રકારના હોય છે. આમાં અશ્વમેઘ, સોમ, પુત્રેષ્ટિ વગેરે છે. હવન કરવાથી ઘર તથા આસપાસનું વાતાવણ પવિત્ર બની જાય છે. હવનમાં નાખવામાં આવતી ઔષધિઓના ધુમાડાથી રોગ નાશ થાય છે તથા વાતાવરણ શુધ્ધ થાય છે.

શુભ કાર્યમાં કરવામાં આવતા હવનમાં હવન સામગ્રીની આહુતિ આપતા સમયે 'સ્વાહા' નો ઉચ્ચાર કરવામાં આવે છે, તથા પિત્રુ કાર્યોમાં 'સ્વધા' શબ્દનો ઉચ્ચાર કરવામાં આવે છે.વિજ્ઞાન- હવનની પાછળ ઉંડુ રહસ્ય છુપાયેલુ છે.

હવન સામગ્રીમાં ઘણા પ્રકારની ઔષધીઓ હોય છે.જેમા જીવાણુ નાશક ક્ષમતા હોય છે.અગ્નિમાં હોમ કરવાથી તેના ધુમ્રથી જીવાણુ નાશ થાય છે.મેઘોમાં વધે છે જે જે વર્ષામાં સહાયક હોય છે.વાતાવરણ પવિત્ર થાય છે.મન પ્રસન્ન થાય છે.

 

જાગરણનું વૈજ્ઞાનિક મહત્વ

જ્યારે મનુષ્ય નિદ્વાવસ્થામાં હોય છે ત્યારે તેની બુદ્ધિ પણ સુપ્ત હોય છે. માટે આ સમયે ગ્રહોનો યોગ્ય પ્રભાવ મનુષ્ય પર પડતો નથી.

આપણે ત્યાં જેટલી પણ રાત્રિઓ જાગરણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે તેમાં નવરાત્રિને છોડીને તમામ પૂનમ, અમાસ અને એકાદશીની તિથિમાં આવે છે. કારણ કે આ દિવસો વિશેષ રીતે મહત્વના દિવસો હોય છે. આ સમયે ચંદ્ર અને સૂર્ય એક વિશિષ્ટ કોણ પર ઉપસ્થિત થાય છે. જે વ્યક્તિના મન અને બુદ્ધિને પ્રભાવિત કરે છે.

જ્યારે મનુષ્ય નિદ્વાવસ્થામાં હોય છે ત્યારે તેની બુદ્ધિ પણ સુપ્ત હોય છે. માટે આ સમયે ગ્રહોનો યોગ્ય પ્રભાવ મનુષ્ય પર પડતો નથી. પરંતુ જો તે જાગૃત અવસ્થામાં હોય તો તેની બુદ્ધિશક્તિ પર હકારાત્મક પ્રભાવ પડે છે. માટે જ આદિવસોમાં જાગરણ કરવામાં આવે છે. કહેવામાં આવ્યું છે કે આ દિવસોમાં ઉપવાસ પણ કરવા જોઇએ.


સફળતા અને શાંતિ માટે કરીએ જાપ

દરેક વ્યક્તિને જીવનમાં બે વસ્તુની જરુર હોય છે એક સફલતા અને બીજી શાંતિ. દરેક વ્યક્તિ જીવનમાં સફળતા ઈચ્છે છે. પરિવાર, અભ્યાસ, નોકરી, પ્રેમ અને વ્યવસાય. આ માટે જિંદગીભર તેઓ દરેક પ્રકારના પ્રયોગો પણ કરે છે. એ પ્રયોગોથી તેઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે.ક્યારેક લોકોને સફળતા તો મળે છે પરંતુ શાંતિ નથી મળતી.

જો સફળતાની સાથે શાંતિ પણ જોઈએ તો થોડુંક આધ્યાત્મિક થવું પડશે. જાપ અને માળા સાથે મંત્રોચ્ચાર એક એવો ઉપચાર છે જેના દ્વારા તમે સફળતા મેળવી શકો છો. સામાન્ય રીતે લોકો જાપના નામે માત્ર માળા કરે છે પરંતુ જાપના કેટલાક નિયમો માનવામાં આવે તો તમને ધ્યાનનું પુણ્ય મળે છે.

જાપના નિયમોનું પાલન કરવામાં આવે તો તમે હંમેશા સફળ બનશો.

- જાપ બે પ્રકારના હોય છે તો રાશિ પ્રમાણે કરવામાં આવે એ જાપ ભગવાન માટે કરવામાં આવે છે અથવા જે ભગવાન પર તમારી આસ્થા હોય એ જાપ.

- જાપ માટે સવારે સૂર્યોદય પહેલા ઉઠવું, સ્નાન બાદ સૌથી પહેલા તુલસીની આરાધના કરવી.

-જાપ માટે સાફ વસ્ત્રો પહેરવા, ધ્યાનમાં રાખવું કે તે વસ્ત્રો માત્ર જાપ સમયે જ પહેરવા.
- એકાંતમાં બેસીને સુગંધિત અગરબત્તી પેટાવવી તથા પહેલી 2 મિનિટ સુધી ઓમકારનું ઉચ્ચારણ કરવું.
- જ્યારે તમને લાગે કે તમારી એકાગ્રતા વધી ગઈ છે ત્યારે જાપનું ઉચ્ચારણ શરુ કરવું.

- ક્યારેય કોઈ નિયમ ન બનાવવો કે કેટલી માળા કરવી છે. જ્યાં સુધી તમારી એકાગ્રતા બને ત્યાં સુધી તમારે જાપ કરતા રહેવું.
- જાપ બાદ ધ્યાનમાં રાખવું કે દિવસમાં જ્યારે પણ તમને ખાલી સમય મળે ત્યારે તમે એ મંત્રોનું વારંવાર ઉચ્ચારણ કરો . જો તમે આ રીતે જાપ કરશો તો તમને ધારી સફળતા મળશે. મંત્રોચ્ચાર વખતે કોઈ મુશ્કેલી પણ નહીં આવે.


ભેટ આપીને દર્શાવીએ પ્રેમની લાગણી

ભેટ સોગાદ લેતીદેતીની કોઈ પરંપરા નથી. લગભગ દરેક ધર્મમાં દરેક સમાજમાં એક બીજાને ભેટ સોગાદ આપવામાં આવે છે. ભેટ સોગાદનો સીધો અર્થ થાય છે પોતાની સદભાવનાઓને કોઈ પ્રિય વ્યક્તિ સમક્ષ વ્યક્ત કરવી. આ જીવન પણ પ્રકૃતિ દ્વારા આપવામાં આવેલી એક ભેટ છે. દરેક ધર્મમાં ભેટ આપવાની એક પરંપરા છે. હિન્દુ લોકો દિવાળીના સમયે એકબીજાને ઉપહાર આપે છે. ખ્રિસ્તી લોકોમાં સાંતાક્લોઝ એક મોટો ઉપહાર છે. એના માધ્યમ થકી તેઓ ખાસ કરીને બાળકોને સદભાવનો સંદેશ આપે છે.


ભેટ સોગાદ દ્વારા પોતાની ભાવના અને લાગણીઓનું પ્રદર્શન કરવામાં આવે છે. ભેટ આપીને એ દર્શાવવામાં આવે છે કે સૌથી મોટી ભેટ માનવ જીવન છે. ઉપહારને એક સુંદર આવરણમાં બાંધવામાં આવે છે. પેકેજિંગ એટલા માટે કરવામાં આવે છે કે તેની અંદર શું છે એ જાણવાની ઉત્સુકતા ટકી રહે. સમય પણ એક ઉપહાર છે. તેનો ખૂબ સંભાળીને ઉપયોગ કરવો અને તેને બીજાને પણ ભેટમાં આપવો. દિવસ રાત આપણે પશુ પક્ષીઓને ખીંટીથી બાંધીને રાખીએ છીએ, તેને પીંજરામાં બંધ કરીને રાખીએ છીએ. વીતી જવું એ સમયની નીતિ છે અને તેનો સદ્ઉપયોગ કરવો એ મનુષ્યની યોગ્યતા છે. આપણે જેટલો સમય પ્રબંધન સાંધીશું, સમજી લઈએ કે બીજાના ઉપહારની લેણ દેણથી આપણું ભવિષ્ય વધું ઉજાળીશું.



ઉપહાર એટલે કે ભેટ સોગાદ હંમેશા ઉદાસ મનને પ્રસન્ન કરે છે. કોઈ પણ ઉદાસી દૂર કરવા માટે સર્વશ્રેષ્ઠ વસ્તુ ભેટ છે. ભોળી વ્યક્તિ બનવું એક પોતાની જાત માટે એક ભેટ છે જેને આપણે બીજાને ભેટમાં આપીએ છીએ. આજકાલ સારા લોકો ઓછા મળે છે. જેમના જીવનમાં સારા લોકો આવે છે એ લોકો પરમાત્માની સાચી ભેટ છે.

એટલા માટે ધર્મ તહેવારના અવસરમાં લોકો એકબીજાને ભેટ સોગાદ આપે છે. એટલે આપણે સારાઈને ભેટના સ્વરુપમાં વહેંચી શકીએ. આપણને જન્મની ભેટ મળી અને આપણે સંસારને જીવનની ભેટ આપીશું.

 

જિંદગીના દરેક આચરણમાં સત્યને વળગી રહો

આજે બાળકો સવાલ કરતા હોય છે કે, અંતે સત્ય શું આપે છે? સત્યનું પ્રથમ ફળ છે, ધનની પ્રાપ્તિ. દરેક જણ ધનની કામના કરતું હોય છે. મોટા ભાગે ધનના મૂળમાં લોભ રહેલો હોય છે. અતિ મહત્વાકાંક્ષા, વાસના વગેરે લોભની બાયપ્રોડક્ટ છે. લોભ ભવિષ્ય પર નિશાન તાકે છે. આવતીકાલ જે આવનારી છે, તેના માટે લોભ મનુષ્યને બીમાર જેવો બનાવી દે છે. પરંતુ જીવનમાં જેણે સત્યને જાણી લીધું, તેનું ભવિષ્ય સુધરી જાય છે. બીજું ફળ છે, બંધનમુક્તિ. સંપત્તિ અને પરિવાર છોડવાથી બંધનમાંથી મુક્તિ મળતી નથી. વાસ્તવમાં આપણા અંદર પણ એક સંપત્તિ છે, જેને પરમાત્માએ જન્મથી જ આપી છે.

આપણે તેને ભૂલી ગયા છીએ. આ તે સંપત્તિ છે જે જન્મથી પહેલાં આપણી સાથે હતી અને મૃત્યુ બાદ પણ આપણી સાથે જ રહેશે. તે આપણી અંગત માલિકીની છે અને તે છે આપણી આત્મા. ત્રીજું ફળ છે ભયમુક્ત હોવું. આજે માણસ સાધન-સંપન્ન હોવા છતાં પણ ભયભીત છે. આપણને દુનિયામાં કોઈ પણ નિર્ભય કરી શકે તેમ નથી. જો ધનની સાથે સત્ય હશે તો જ આપણે નિર્ભય રહી શકીશું. ચોથું ફળ છે વૈકુંઠની પ્રાપ્તિ. અહીં વૈકુંઠનો અર્થ એ છે કે આપણે સંપૂર્ણ રીતે પરમાત્માને સમર્પિત થઈ ગયા છીએ.

જે ક્ષણે આપણી જાત તેને સમર્પિત કરી દીધી, ત્યાં જ વૈકુંઠની રચના થઈ ગઈ. પરમાત્માની નજીક પહોંચવાનું નામ વૈકુંઠ છે. આપણું અસ્તિત્વ સંસારમાં અર્થહીન હોય છે, પરંતુ તેમાં ભગવાનનો પ્રવેશ થતાં જ અર્થ આવી જાય છે અને આખો સંસાર વૈકુંઠમાં પરિવર્તિત થઈ જાય છે. આથી જીવનના દરેક આચરણમાં સત્યને વળગી રહેવું જોઈએ.

 

શું શું ના કરવું ઉપવાસમાં ?

કોઈ પણ વ્યક્તિ પોતાની મનોકામના પૂરી કરવા માટે ભગવાનને રીઝવવા માટે ઉપવાસ જરુર કરે છે. કેટલાક લોકો નિયમિત રીતે સપ્તાહમાં એક દિવસ અને કેટલાક લોકો મહિનાના અમુક દિવસે અને તહેવારોમાં વિશેષ રીતે ઉપવાસ કરે છે, પરંતુ મોટા ભાગના લોકોને એ ખ્યાલ નથી કે ઉપવાસ કેવી રીતે કરવો જોઈએ. લોકો દિવસ દરમ્યાન અનાજ ખાવાને કે કેવળ એક સમય ભોજન કરવાને ઉપવાસ માને છે. આ ઉપવાસ નથી પરંતુ તેનો એક નાનો ભાગ છે.


કેટલાક લોકો વર્ષો સુધી ઉપવાસ કરે છે અને તેનું ફળ ન મળે તો ભગવાનનો કોસે છે. જાણીએ ઉપવાસ કરવાની વિધી શું છે.


- જો ઉપવાસ હોય તો દિવસ દરમ્યાન ફળાહાર ના નામે બીજું કંઈ ના ખાવું. ફક્ત એક વાર ખોરાક લેવો. થોડોક જ ખોરાક લેવો.


- ઉપવાસને દિવસે સવારે વહેલા ઉઠી જવું. લાંબી પૂજા ના થઈ શકે તો કંઈ વાંધો નહીં અગરબત્તી અને ફૂલ ચઢાવીને ઈશ્વરને પ્રણામ જરુર કરવા.


- દિવસે ન સુઈ જવું. કોશિષ કરવી કે આખો દિવસ કામમાં પસાર થાય, મનમાં ભગવાનનું સ્મરણ કરવું.


- કોઈની પણ બુરાઈ ન કરવી. મનને નિયંત્રણમાં અને શાંત રાખવું.


- જુઠ્ઠું ના બોલવું, દિવસ દરમ્યાન ફાલતુ વાતો ના કરવી. ગુસ્સો ના કરવો.


- પ્રયાસ કરવો કે દિવસમાં થોડીવાર મૌન રહે અને મૌન એટલે મનથી પણ કંઈ ન વિચારવું અને મોંથી પણ બોલવું નહીં.


- ટીવી સિનેમા કે કોઈ એવી ચીજ જેને જોઈને મન ભટકી જાય તેનાથી બચવું.


- કોઈનું પણ એંઠું ખાવું- પીવું નહીં.


- કોઈ એક મંદિરમાં અવશ્ય જવું.


- ગાય અને કુતરાને રોટલી ખવડાવી.



- એ દિવસે સહવાસથી પણ દૂર રહેવું. પોતાના પર સંયમ રાખવો.



ત્યારે તમારો ઉપવાસ સારું ફળ આપનારો બની રહેશે. જો તમે કોઈ પણ દિવસે આ નિયમોનું પાલન કરીને ઉપવાસ કરશો તો તમે પાંચથી છ ઉપવાસમાં તેની અસર પામશો. 


બોલેલી વાતને સાબિત કરી બતાવો

 વરદાન, શ્રાપ અને દુઆ, આશીર્વાદ અને અભિષાપ એ એવા કેટલાક શબ્દો એવા છે.જેનો સામનો હંમેશા કરવો પડે છે. ખાસ કરીને ભારત જેવા સર્વાધિક પ્રધાન દેશમાં આ વાતો વધુ મહત્વની છે. ભારત શરુઆતથી જ એક ધર્મપ્રધાન દેશ છે. ધર્મપ્રધાન અને સાધના પ્રધાન દેશ છે. આપણે જ્યારે આત્મસાધના કે પોતાની સાધનાનું અધ્યયન કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે તેની ક્ષમતા કેટલી વધુ છે. એ સિધ્ધિનું નામ છે, વાકસિદ્ધિ. જે ચમત્કારિક છે.


વાકસિદ્ધિ શબ્દ બે શબ્દોથી જોડવામાં આવ્યો છે. વાક અને સિદ્ધિ. વાક્યનો અર્થ છે બોલવાની ક્ષમતા એટલે કે વાણી. સિદ્ધિનો અર્થ થાય છે સફળતા . વાકસિદ્ધિનો અર્થ થાય છે વાણીની સફળતા. વાણી એટલે કે મોંથી નીકળેલી વાતને બીજા સુધી કહેવી અને અર્થ સાથે જોડીને કહેવી.આત્મજ્ઞાનની સાધના કરનાર સાધના અને સાધક એક નિશ્ચિત મુકામ પર પહોંચવા માટે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. આ સિદ્ધિઓ જાગ્રત અને વિકસિત થાય છે એ અતિરિક્ત ક્ષમતા ધરાવે છે. દરેક વ્યક્તિ તેમાં નિશ્ચિત રુપથી પડ્યો રહે છે.



યોગ અને અધ્યાત્મ સાધનાના ક્ષેત્રમાં એવી પ્રબળ માન્યતા છે કે જો વ્યક્તિ સળંગ 12 વર્ષ સુધી પૂર્ણ સત્ય બોલે છે તો વાકસિદ્ધિ પ્રાપ્ત થાય છે. બાર વર્ષ સુધી પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરનાર વયક્તિ એ આ ક્ષમતા પ્રાપ્ત કરી શકે છે.વરદાન આપનાર અને શ્રાપ દેનારને આપણે જે કથાઓ સંભળાવીએ છીએ એ પ્રાચીન પુસ્તકોમાં વાંચવામાં આવે છે અને સિદ્ધિ કમાલની છે.રુષિયો દ્વારા સળગાવીને ભસ્મ કરવાની કે કોઈને વરદાન આપવાની કથા આપણે ગ્રંથોમાં વાંચી શકીએ છીએ. એ જ વાકસિદ્ધીની કમાલ છે. 

 

No comments:

Post a Comment