Pages

Search This World

LIVE TV Watch the news unfold

MYTV CNBC TV18 CNBC AAWAZ CNN IBN IBN7 IBN LOKMAT

Wednesday, September 7, 2011

લોકલ ટ્રેનોના સ્ટંટબાજોએ પોલીસોને બેલ્ટથી ફટકાર્યા

 
જીવને જોખમમાં મૂકનારી હરક્તો બાદ નવું કરતૂત
સીએસટી-થાણે વચ્ચે દોડતી લોકલ ટ્રેનમાં બનેલી ઘટના


મુંબઈની લોકલમાં પ્રવાસ કરતા અતિ સાહસિક સ્ટંટબાજોની હરક્તોનો ત્રાસ વધતો જાય છે અને હવે તો પોલીસ પર પણ હુમલો કર્યાની વાત બહાર આવી છે.

દોડતી લોકલમાં રેલિંગને પકડી ગુલાંટો મારવી, બારી પર લટકી લોકલની બહાર શરીર કાઢી કસરતો કરવી. આવી જીવને જોખમમાં મૂકનારી હરક્તો ચાલુ જ હોય છે. તેમનાં આવાં અતિસાહસિક કરતૂતોને જોઈ કોઈ તેમને સમજાવવાનો પ્રયત્ન કરે તો તે હુમલો કરી ગાળાગાળી કરવા લાગે છે. આવી હરક્તો કરતી વેળા તેઓ પોતાની અને વિકલ્પે બાકી પ્રવાસીઓના જીવ ગળે આવી જાય છે.

અગાઉ આવી હરક્તો પ્રત્યે દુર્લક્ષ કરવામાં આવતું હતું. પરંતુ હવે નાગરિકો દ્વારા વારંવાર થતી ફરિયાદોને કારણે પોલીસે દેખીતી રીતે કાર્યવાહી કરવી પડે છે. આ બાબત જોકે આ સ્ટંટબાજોને રુચિ નથી એટલે તેઓ હવે ફરજ પરના પોલીસો પર પણ હુમલા કરતા હોવાનું જોવામાં આવ્યું છે.

સીએસટી-થાણે લોકલ ટ્રેનમાં તાજેતરમાં બન્યો હતો. મોહસીન શેખ (ઉ.વ.૧૯) અને શાહરુખ ખાન (ઉ.વ.૨૦) નામના બે યુવાનો દ્વારા ઉદય સાળગાંવકર અને એસ. સૂર્યવંશી નામના બે રેલવે પોલીસોને ચામડાના પટ્ટાથી ફટકારવાની ઘટના બની હતી.

લોકલ ટ્રેનના પ્રવાસ દરમિયાન કુલૉ બાદ રેલવેના ફૂટબોર્ડ પર આ બન્ને યુવાનોની હિલચાલ જોઈ સાળગાવકરે આ બન્નેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ લોકલ ટ્રેને વિક્રોલી સ્ટેશન છોડ્યા બાદ આ બન્ને શખ્સો રીતસરના પોલીસો પર બેલ્ટથી તૂટી પડ્યા હતા. શિવાજીનગરના રહેવાસી આ બન્ને યુવાનોની પોલીસે ધરપકડ કરી છે.

No comments:

Post a Comment