Pages

Search This World

LIVE TV Watch the news unfold

MYTV CNBC TV18 CNBC AAWAZ CNN IBN IBN7 IBN LOKMAT

Wednesday, September 7, 2011

તૈયાર થઈ જાવ, પેટ્રોલના ભાવ રૂ. 3 પ્રતિ લીટર વધારાશે

 
નવી દિલ્હી. ઑઇલ કંપની હવે ફરી એક વાર પેટ્રોલની કિંમતો વધારવાની તૈયારીમાં છે. સરકારી કંપની ઇન્ડિયન ઑઇલે આ અંગેનો એક પ્રસ્તાવ તૈયાર કરી લીધો છે.

- તેઓને પેટ્રોલ વેચવા ઉપર પ્રતિ લીટર R 3નું નુકસાન જઈ રહ્યું છે
- બજારમાં ક્રૂડ ઑઇલની કિંમતો ફરી એક વાર ઉંચાઈઓ સ્પર્શી રહીં છે
- પી. કે. ગોયલે જણાવ્યુ કે પાછલા મહીનાથી નુકસાન વધીને 7 ગણુ થઈ ચુક્યુ છે
- સિંગાપોર સ્પોર્ટ કિંમતોમાં વધારાના કારણે આ ફેરફાર જોવા મળ્યો છે
- પેટ્રોલની કિંમતો વધારવા માટે ઇન્ડિયન ઑઇલને સરકારની પરવાનગી મેળવવી પડશે


ઇન્ડિયન ઑઇલનું કહેવું છે કે તેઓને પેટ્રોલ વેચવા ઉપર પ્રતિ લીટર R 3નું નુકસાન જઈ રહ્યું છે. સરકાર દ્વારા નક્કી કરાયેલી કિંમતે તેઓને પેટ્રોલ વેચવુ પરવડે તેમ નથી.

આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રૂડ ઑઇલની કિંમતો ફરી એક વાર ઉંચાઈએ સ્પર્શી રહીં છે, જેનાથી પેટ્રોલ વેચવામાં તેઓને ત્રણ રૂપિયા પ્રતિ લીટરનું નુકસાન જઈ રહ્યું છે.

કંપનીના ફાઇનાન્સ હેડ પી. કે. ગોયલે જણાવ્યુ કે પાછલા મહીનાથી નુકસાન વધીને 7 ગણુ થઈ ચુક્યુ છે. 31 ઑગસ્ટ સુધીમાં પેટ્રોલ સરકારની દરો ઉપર વેચવાથી 41 પૈસા પ્રતિ લીટરનું નુકસાન થઈ રહ્યું હતુ, જે વધીને હવે R 3 પ્રતિ લીટર થવા પામ્યુ છે. સિંગાપોર સ્પોર્ટ કિંમતોમાં વધારાના કારણે આ ફેરફાર જોવા મળ્યો છે.

જોકે પેટ્રોલની કિંમતો બજાર દરો સાથે જોડાયેલી છે, તેમ છતા પેટ્રોલની કિંમતો વધારવા માટે ઇન્ડિયન ઑઇલને સરકારની પરવાનગી મેળવવી પડશે.

No comments:

Post a Comment