Pages

Search This World

LIVE TV Watch the news unfold

MYTV CNBC TV18 CNBC AAWAZ CNN IBN IBN7 IBN LOKMAT

Wednesday, September 7, 2011

દિલ્હીમાં ત્રાસવાદી હુમલો, બ્લાસ્ટમાં 11નાં મોત 85 લોહીલુહાણ

 
દિલ્હી હાઇકોર્ટની બહાર આજે ફરી એક વાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ ધડાકો ગેટ નંબર પાંચની પાસે થયો હતો. કેન્દ્રીય ગૃહ સચિવ આર.કે.સિંહના જણાવ્યાં અનુસાર સવારે 10.14 વાગે ધડાકો થયો હતો. આ ધડાકામાં અત્યાર સુધી અગિયાર લોકો માર્યા ગયાની વાતને સમર્થન પ્રાપ્ત થયુ છે.  ગૃહ સચિવના જણાવ્યાં અનુસાર આ ધડાકામાં એલઇડી ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.





-એનઆઇએના અધિકારીઓનું એક દળ ઘટના સ્થળે પહોંચી ગયુ
-અતિ વ્યસ્ત ગેટ નંબર પાંચની બહાર વિસ્ફોટ
-મૃત્યુઆંક વધશે એવી આશંકા
-સૂટકેસમાં બોમ્બ રાખવામાં આવ્યો હતોઃપોલીસ, ત્રાસવાદી હુમલાની આશંકા
-દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા
-સમગ્ર વિસ્તારના કોર્ડન કરીને તપાસ શરૂ
-સવારે 10.15 કલાકે થયો હતો વિસ્ફોટ

એનઆઇએના ડીજી પ્રકાશ મિશ્રાના જણાવ્યાં અનુસાર એનઆઇએના અધિકારીઓનું એક દળ ઘટના સ્થળે પહોંચી ગયુ છે. બીજુ દળ જલ્દી ત્યાં પહોંચી રહ્યું છે. તેમણે જણાવ્યું કે એનઆઇએ બોમ્બ ધડાકાની તપાસમાં દિલ્હી પોલીસને સહયોગ કરશે. એક નજરે જોનારા સાક્ષીના જણાવ્યાં અનુસાર ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા છે જોકે તે વાતને સત્તાવાર સમર્થન આપવામાં આવી નથી. આજે હાઇકોર્ટનો ચાલુ દિવસ હોવાના કારણે અદાલતના પરિસરમાં લોકોની મોટી સંખ્યામાં લોકો હાજર હતા. દિલ્હી પોલીસ બોમ્બ ધડાકાનો રિપોર્ટ ગૃહ મંત્રાલયને મોકલી દીધો છે.

જે જગ્યાએ ધડાકો થયો છે ત્યાં લોકો હાઇકોર્ટમાં પ્રવેશ માટે લોકો પાસ બનાવી રહ્યા હતા. ગેટ નંબર પાંચ પરથી જ અહીંથી જ મોટાભાગના વકીલ અને અન્ય લોકો અદાલતના પરિસરમાં પ્રવેશ કરે છે. એક સાક્ષીના જણાવ્યાં અનુસાર તે પાસ બનાવવા માટે જ્યારે લાઇનમાં ઉભો હતો ત્યારે જ જબરજસ્ત મોટો ધડાકો થયો હતો.

દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યાં અનુસાર આ બોમ્બ સુટકેસમાં રાખવામાં આવ્યો હતો. ઉપરાંત આ બ્લાસ્ટને હાઇ ઇન્ટેન્સિટી બ્લાસ્ટ ગણવામાં આવે છે. દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને નજીકના હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. પોલીસ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો છે. જોકે તપાસ બાદ જ આ અંગે સ્પષ્ટતા કરી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક મહિના પહેલા દિલ્હી હાઇકોર્ટના પરિસરમાં પણ ધડાકો થયો હતો. આ ધડાકામાં એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની તપાસ હજુ પુરી નથી થઇ ત્યાં બીજો ધડાકો થયો છે.

No comments:

Post a Comment