Pages

Search This World

LIVE TV Watch the news unfold

MYTV CNBC TV18 CNBC AAWAZ CNN IBN IBN7 IBN LOKMAT

Wednesday, September 7, 2011

પાર્થિવ પટેલ થયો આઉટ અને વધુ એક વખત જાગ્યો વિવાદ


પ્રથમ વન ડેમાં ભારતીય બેટ્સમેન રાહુલ દ્રવિડ વિવાદાસ્પદ નિર્ણયનો ભોગ બન્યો હતો. જેને લઈને હોટ સ્પોટ ટેક્નોલોજી સામે પ્રશ્નો ઉભા થયા હતા. તે વિવાદ હજી શાંત નથી થયો ત્યાં બીજી વન ડેમાં આ ટેક્નોલોજી વધુ એક વખત નિષ્ફળ જતા પાર્થિવ પટેલને તેનું નુકશાન ઉઠાવવું પડ્યું.

સાઉથમ્પ્ટન ખાતે રમાયેલી બીજી વન ડેમાં ઈંગ્લિશ ઝડપી બોલર જેમ્સ એન્ડરસનના બોલ પર ભારતીય ઓપનર પાર્થિવ પટેલને વિકેટ પાછળ કેચ આઉટ જાહેર કરવામાં આવ્યો હતો.

જો કે ત્યારે મેદાન પર હાજર અમ્પાયરે જ પાર્થિવ પટેલને આઉટ જાહેર કર્યો હતો. પરંતુ બાદમાં રીપ્લેમાં જોવા મળ્યું હતું કે હોટ સ્પોટમાં પાર્થિવનું બેટ બોલ સાથે નહોતું ટકરાયું. જો કે સ્નિકોમીટરમાં થોડી હલચલ જોવા મળી હતી.

આ જ પ્રકારની ઘટના પ્રથમ વનડેમાં જોવા મળી હતી. ચેસ્ટર-લી-સ્ટ્રીટ ખાતે રમાયેલી વન ડેમાં રાહુલ દ્રવિડને થર્ડ અમ્પાયર દ્વારા આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ હોટસ્પોટમાં તેના બેટ અને બોલ વચ્ચે કોઈ જ સંપર્ક નહોતો થયો.

જો કે યુડીઆરએસનો ભાગ નથી તેવા સ્નિકોમીટરમાં જણાતું હતું કે દ્રવિડના બેટ અને બોલ વચ્ચે સંપર્ક થયો હતો. દ્રવિડને વિવાદાસ્પદ રીતે આઉટ અપાયા બાદ ટેક્નોલોજી સામે સુકાની ધોનીએ પ્રશ્નો ઉઠાવ્યા હતા અને ક્રિકેટ નિષ્ણાંતોએ પણ ટેક્નોલોજી સામે સવાલો ઉભા કર્યા છે.

No comments:

Post a Comment