Pages

Search This World

LIVE TV Watch the news unfold

MYTV CNBC TV18 CNBC AAWAZ CNN IBN IBN7 IBN LOKMAT

Wednesday, September 7, 2011

27મી સપ્ટેમ્બરના રોજ હોન્ડા કરશે મોટો ધમાકો!

 
- આ દિવસે હોન્ડા ભારતીય બજારમાં પોતાની સૌથી સસ્તી કાર બ્રિયોને રજૂ કરવાની છે
- બ્રિયોના દમ પર હોન્ડા ભારતમાં નાની કારોના મોટા બજારમાં પોતાનું પગ જમાવશે
- બ્રિયોમાં 1.2 લિટરનું 'આઇવીટેક' પેટ્રોલ એન્જિન લાગેલું હોય છે
- આ એ જ એન્જિન છે તેનો ઉપયોગ કંપની પોતાની હેચેક કાર જૈજમાં કરે છે
- આ કાર એક લિટરમાં 18.4 કિલોમીટરનું અંતર કાપશે
- અંદાજ લગાવામાં આવી રહ્યો છે કે તેની કિંમત 4 લાખ રૂપિયાની આસપાસ હોઇ શકે છે

જાપાનની જાણીતી ઓટો કંપની હોન્ડા મોટર્સ આ મહિનાની 27મી તારીખે ભારતીય બજારમાં મોટો ધમાકો કરવાની છે. આ દિવસે હોન્ડા ભારતીય બજારમાં પોતાની સૌથી સસ્તી કાર બ્રિયોને રજૂ કરવાની છે. કંપનીને આશા છે કે બ્રિયોના દમ પર હોન્ડા ભારતમાં નાની કારોના મોટા બજારમાં પોતાનું પગ જમાવશે.

તમને બતાવી દઇએ કે બ્રિયોમાં 1.2 લિટરનું 'આઇવીટેક' પેટ્રોલ એન્જિન લાગેલું હોય છે. આ એ જ એન્જિન છે તેનો ઉપયોગ કંપની પોતાની હેચેક કાર જૈજમાં કરે છે. જો કે વજનના મામલામાં બ્રિયો જૈજ કરતાં અંદાજે 100 કિલોગ્રામ હલકી હશે. તેના લીધે સારી માઇલેજ આપે એવી ધાપણા છે. સમાચાર મળી રહ્યા છે કે આ કાર એક લિટરમાં 18.4 કિલોમીટરનું અંતર કાપશે.

માનવામાં આવી રહ્યું છે કે ભારતીય બજારમાં આ કારની સરખામણી મારૂતિ સ્વિફટ્, ફોક્સવેગન પોલો અને ફોર્ડ ફીગો સાથે થશે. પરંતુ જાણકારો આ કાર માટે સૌથી મોટો પડકાર હ્યુન્ડાઇ 10 અને સેવ્રલે બીટને જોઇ રહ્યા છે. કંપનીની તરફથી હાલ બ્રિયોની કિંમતને લઇને કંઇ પણ કહી રહ્યા નછી. પરંતુ અંદાજ લગાવામાં આવી રહ્યો છે કે તેની કિંમત 4 લાખ રૂપિયાની આસપાસ હોઇ શકે છે.

No comments:

Post a Comment