Pages

Search This World

LIVE TV Watch the news unfold

MYTV CNBC TV18 CNBC AAWAZ CNN IBN IBN7 IBN LOKMAT
Showing posts with label હાઇ એલર્ટ. Show all posts
Showing posts with label હાઇ એલર્ટ. Show all posts

Wednesday, September 7, 2011

મુંબઈમાં હાઇ એલર્ટ જાહેરઃ દિલ્હીમાં બ્લાસ્ટને પગલે સુરક્ષા વધી

 
- લોકોને સાવધાની રાખવા સૂચના
- એરપોર્ટ અને રેલવે સ્ટેશનો સહિતના સ્થળોની સુરક્ષા ચુસ્ત બની
- સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ પણ સલામતી વધારવા તાકિદ


દેશની આર્થિક રાજધાની મુંબઈમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યો હોવાનું માધ્યમોના અહેવાલથી જાણવા મળી રહ્યું છે. આજે બુધવારે સવારે નવી દિલ્હીમાં થયેલા શક્તિશાળી બોમ્બ બ્લાસ્ટને પગલે દેશના અન્ય ભાગ સહિત મુંબઈમાં પણ એલર્ટ જાહેર કરીને સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે.

એલર્ટને પગલે મુંબઇમાં એરપોર્ટ, રેલવે સ્ટેશન, જાહેર સ્થળો, ગેટ વે ઓફ ઇન્ડિયા, મહાલક્ષ્મી, સિદ્ધિવિનાયક, હાજીઅલી સહિતના ધાર્મિક સ્થળો અને લોકોની વધારે અવરજવરવાળા સ્થળોએ સલામતી વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે.

દિલ્હી હાઈકોર્ટના ગેટ નંબર પાંચની બહાર આ બ્લાસ્ટ થયો છે. આ ગેટ પર સૌથી વધારે ભીડ હોય છે. વિસ્ફોટ એટલો તો પ્રચંડ હતો કે આસપાસના વિસ્તારમાં પણ તેનો અવાજ સંભળાયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી છે. આ વિસ્ફોટ બુધવારે સવારે 10.15 કલાકે થયો હતો.