“રિશ્તો મેં હમને ઐસી ચોટ પાઇ, હમ બેવફા ઔર વે બેકસૂર હોતે ગએ” હંમેશા શેર-શાયરીતી પોતાની વાતોને કહેતા અને રાજનીતિની અખાડાના પ્રખર ખેલાડી અમરસિંહ અત્યારે કદાચ ઉપરોક્ત શાયરી જ ગણગણાવતાં હશે. વાસ્તવમાં જે ગુન્હાના કારણે અમર સિંહે જેલના સળિયાની પાછળ જવું પડ્યું છે તે સમસ્યાનું મૂળ એક સરકારને બચાવવા માટે રમાયેલી રમત છે. યૂપીએ-1ની સરકારને જુલાઇ 2008 દરમિયાન બચાવવા માટે શું શું રમત રમાઇ હતી તે અંગેની ચર્ચામાં કોર્ટની સક્રિયતાના કારણે કદાચ જ કોઇ પડશે.
જોકે અમર સિંહની નસે-નસથી વાકેફ કોંગ્રેસીઓ તેમની ધરપકડથી ચિંતામાં પડી ગયા છે. એવું માનવામાં આવે છે કે જો અમર સિંહ તેમની અમરવાણી બોલવા માંડશે તો કોંગ્રેસી નેતાઓને ભાગવું પણ મુશ્કેલ પડી જશે. જો પૈસાની લેવડ-દેવડની વાતને કાયદાની પ્રક્રિયા પર છોડી દેવામાં આવે તો પણ એક પણ રાજકીય પક્ષ એ વાતને નકારી ન શકે કે અમર સિંહે સમાજવાદી પાર્ટીના નેતા તરીકે યૂપીએ-1ની સરકારને બચાવવા માટે ખુબ જ અગત્યની ભૂમિકા નિભાવી હતી. ભાજપે એ સવાલ પુછીને કોંગ્રેસની રાજકીય મુશ્કેલીઓ વધારી દીધી છે કે આખરે અમર સિંહ જે પણ કર્યુ તેનો ફાયદો મેળવવા વાળા લોકો કોણ હતા. સમગ્ર ઘટનાના પાછળના ઉદ્દેશ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.
આથી એક વાત સ્પષ્ટ છે કે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવેલા અમર સિંહ જો મોઢું ખોલશે તો તેનાથી અનેક રાજકીય નેતાઓ માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે. જોકે અત્યારે તેમની પાસે નથી સમાજવાદી પાર્ટી અને નથી કોઇ અન્ય મજબૂત રાજકીય સાથી. સમાજવાદી પાર્ટીમાંથી કાઢી મુકાયા પછી સતત બિમારીની સાથે એકલા પડી ગયેલા અમર સિંહ અનેક મુશ્કેલીઓ સાથે લડી રહ્યાં છે. તેમના ગ્લેમરસ દિવસના સાથી એક એક કરીને તેમનો સાથ છોડી રહ્યા છે.

No comments:
Post a Comment